નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે જન ઔષધિ કેન્દ્રો (Jan Ausadhi Kendra)ને વીડિયો કૉન્ફરન્સની મદદથી સંબોધન કર્યું હતું. આ દરમિયાન ઉત્તરાખંડની દીપા શાહે (Deepa Shah) વડાપ્રધાન મોદી (PM Narendra Modi) એ જણાવ્યું હતું કે પહેલા તેની પેરાલિસિસની સારવાર માટે 5000 હજાર રૂપિયા ખર્ચ થતો હતો, હવે આ દવા ફક્ત 1500 રૂપિયામાં મળે છે. પોતાના વિશે જણાવ્યા શાહ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. આ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, "મેં ઇશ્વરને (GOD) નથી જોયા પરંતુ તમને જોયા છે." આટલું કહેતા શાહનું ગળું ભરાય ગયું હતું, બીજી તરફ વડાપ્રધાન મોદી પણ ભાવુક થઈ ગયા હતા.
મહિલાએ વડાપ્રધાન મોદી સાથે વીડિયો કૉન્ફરન્સથી વાતચીત કરતા જણાવ્યું હતું કે, "વડાપ્રધાન મોદી જી, વર્ષ 2011માં મને તકલીફ થઈ હતું. હું બોલી શકતી ન હતી. દવાનો ખર્ચ ખૂબ વધારે આવતો હતો. જન ઔષધી દવા મળવાને કારણે મેં ખાવાનું શરૂ કર્યું હતું. મારી દવા 5000ની આવતી હતી. હવે આ દવા ફક્ત 1500ની આવે છે. બાકી વધતા પૈસાથી હવે હું ફળો અને સારો ખોરાક લઉં છું. મોદીજી મેં ઇશ્વરને નથી જોયા પરંતુ તમારા રૂપમાં ભગવાનને જોયા છે. તમારો ખૂબ ખૂબ આભાર." મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રી અને લોકોએ મને ખૂબ મદદ કરી છે. ડૉક્ટરે મને કહી દીધું હતું કે હું ક્યારેય સારી નહીં થાઉં. આજે હું થોડું થોડું બોલતી પણ થઈ છું. હું તમારો આભાર માનું છું."
શાહને જવાબ આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "તમારી હિંમત જ તમારો ભગવાન છે. અમુક વિશેષ પરિસ્થિતિને બાદ કરતા ડૉક્ટર જેનરિક દવાઓ જ લખીને આપે તે જરૂરી છે. મારી તમને તમામ લાભાર્થીઓને એક વિનંતી છે કે તમારો અનુભવ ધારેમાં વધારે લોકો સાથે શેર કરો. જેનાથી જન ઔષધિનો લાભ દર્દીઓ સુધી પહોંચી શકે. ભારતમાં બનેલી જેનરિક દવાઓની આખી દુનિયામાં માંગ છે. સરકારે તમામ હૉસ્પિટલો માટે જેનરિક દવા લખવાની ફરજિયાત કર્યું છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર