Home /News /national-international /ભારતીય રેલવે માટે LOL એટલે હસવાની વાત નથી, આવો થાય છે તેનો અર્થ

ભારતીય રેલવે માટે LOL એટલે હસવાની વાત નથી, આવો થાય છે તેનો અર્થ

રેલવેના પાટા ઓળંગવાના જોખમ વિશે ટ્વીટ કરીને પશ્ચિમ રેલવેએ LOL સાથેની તસવીરને હાઇલાઇટેડ શબ્દો તરીકે ટ્વીટ કરી હતી (પ્રતિકાત્મક તસવીર - Shutterstock))

Indian Railways - સોશિયલ મીડિયા કે ડિજિટલ સંપર્કો રાખનાર માટે આ શબ્દ ભલે ગમ્મત બતાવવાનું સાધન હોય પણ ભારતીય રેલવે માટે તેનો અર્થ અલગ જ થાય છે

હાલના ડિજિટલ યુગમાં ઘણા નવા શબ્દો જોવા મળે છે. કોમેન્ટ કે ઓનલાઈન ચેટિંગ દરમિયાન OMG, LOL, ROFL, HAHA જેવા શબ્દોનો બહોળો ઉપયોગ (Use of social media words) થઈ રહ્યો છે. ખાસ કરીને LOL શબ્દનો ઉપયોગ તો ઘણી જગ્યાએ થાય છે. LOL શબ્દનો અર્થ લાફિંગ આઉટ લાઉડ (laughing out loud) જોરથી હસવું છે. સોશિયલ મીડિયા (social media)કે ડિજિટલ સંપર્કો રાખનાર માટે આ શબ્દ ભલે ગમ્મત બતાવવાનું સાધન હોય, પણ ભારતીય રેલવે માટે તેનો અર્થ અલગ જ થાય છે.

ભારતીય રેલવે માટે LOL એટલે શું?


ભારતીય રેલવે માટે LOL એટલે લોસ ઓફ લાઈફ હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ રેલવેના ટ્વિટ પરથી આ વાત ફલિત થઈ છે. રેલવેના પાટા ઓળંગવાના જોખમ વિશે ટ્વીટ કરીને પશ્ચિમ રેલવેએ LOL સાથેની તસવીરને હાઇલાઇટેડ શબ્દો તરીકે ટ્વીટ કરી હતી. તસવીરમાંનો L એટલે લોસ, O એટલે ઓફ અને ફરી L એટલે લાઇફ તરીકે રજૂ કર્યા હતા.

પશ્ચિમ રેલવેએ ટ્વિટ કર્યું હતું કે, તમારું જીવન મૂલ્યવાન છે અને સમય કરતાં ક્યાંય વધારે મહત્ત્વનું છે. રેલ્વે ટ્રેક ચાલીને તમારા જીવનને જોખમમાં મૂકશો નહીં. પશ્ચિમ રેલ્વે તમામ મુસાફરોને અપીલ કરે છે કે તેઓ ગેરકાયદે રીતે પાટા ઓળંગવાથી દૂર રહે અને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેના યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરે. #SafetyFirst #TravelSafely,. તસવીર પર ચેતવણી દર્શાવાઇ હતી કે, રેલવે એક્ટની કલમ 147 હેઠળ આ અપરાધ સજાને પાત્ર છે.

આ પણ વાંચો - બેંગલોરના ટ્રાફિકમાં ફસાયા ડોકટર, દર્દીનો જીવ બચાવવા 3 કિમી દોડીને હોસ્પિટલ પહોંચ્યા, જુઓ VIDEO

(Image: Twitter/Western Railway)

ટ્રેન અકસ્માતોમાં લગભગ 12,000 મુસાફરોના મોત


ઓક્ટોબર 2021માં જાહેર થયેલા નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના વાર્ષિક અહેવાલ અનુસાર, ગત 2020માં દેશભરમાં 13,000થી વધુ ટ્રેન અકસ્માતોમાં લગભગ 12,000 રેલ્વે મુસાફરોના મોત નીપજ્યાં હતાં. NCRBના અહેવાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, 2020માં નોંધાયેલા 13,018 ટ્રેન અકસ્માતોમાંથી 9,117 (કુલ 70 ટકા) મુસાફરો ટ્રેન પરથી પડી જવાને કારણે અથવા ટ્રેક પાર કરતી વખતે અડફેટે આવી જવાના કારણે થયા હતા.

આ વર્ષની શરૂઆતમાં ફ્રી પ્રેસ જર્નલે અહેવાલ આપ્યો હતો કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (NMR)ના સબઅર્બન વિભાગમાં 2021માં 1,114 લોકો માર્યા ગયા હતા. સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે કલ્યાણ-કસારા/બદલાપુર સેક્શન વચ્ચે 164 મોત થયા હતા, જ્યારે થાણે સેક્શનમાં 133 અને સેન્ટ્રલ રેલવેના કુર્લા સેક્શનમાં 107 લોકો ટ્રેક અડફેટે આવી જવાના કારણે મોતને ભેટ્યા હતાં. રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે વેસ્ટર્ન લાઇન બોરીવલીમાં પાટા ઓળંગવામાં 111 લોકોના મોત થયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલવે અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મુસાફરોને રેલવે ટ્રેક ઓળંગવાનું ટાળવાની વિનંતી કરતા સંદેશ આપે છે. જેમાના એક સંદેશમાં રેલવે મંત્રાલય દ્વારા ટ્વિટ કરી કહેવામાં આવ્યું છે કે, ટ્રેનો દેખાય છે તેના કરતા વધુ ઝડપી છે! જીવન કિંમતી ભેટ છે! અનધિકૃત સ્થળોએ પાટા ઓળંગીને તેને જોખમમાં મૂકશો નહીં.
First published:

Tags: Indian railways, Ministry of Railways, Railways

विज्ञापन
विज्ञापन