ચાર વર્ષથી એક જ સર્ટિફિકેટ ઉપર બે લોકો કરી રહ્યા હતા શિક્ષકની નોકરી, આવી રીતે ફૂટ્યો ભાંડો

News18 Gujarati
Updated: October 17, 2020, 4:11 PM IST
ચાર વર્ષથી એક જ સર્ટિફિકેટ ઉપર બે લોકો કરી રહ્યા હતા શિક્ષકની નોકરી, આવી રીતે ફૂટ્યો ભાંડો
પ્રતિકાત્મક તસવીર

અસલી રાકેશ કુમારનું ખાતું ખોલવાનો વારો આવ્યા તો તેમને જાણવા મળ્યું હતું કે તેમનું ખાતું પહેલાથી જ ખાતું ખોલેલું છે.

  • Share this:
શૈખપુરાઃ બિહારમાં (Bihar) શિક્ષકની નોકરી (teacher job) માટે નકલી પ્રમાણપત્રો સામે આવવા કોઈ નવી વાત નથી. બિહારમાં શોધવામાં આવે તો આવા અનેક કિસ્સાઓ સામે આવી શકે છે. શેખપુરા જિલ્લામાં (Sheikhpura) એક જ સર્ટિફિકેટ ઉપર બે લોકો શિક્ષકની નોકરી કરતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં બંને ટીચર ચાર વર્ષથી પગાર પણ લઈ રહ્યા હતા.

બે વ્યક્તિની બધી માહિતી સરખી
છેતરપિંડી કરીને નોકર કરના રાકેશ કુમારનું નામ, પિતાનું નામ અને જન્મતિથિ પણ સરખી રાખવામાં આવી હતી. અસલી રાકેશ કુમારના સર્ટિફિકેટના નકલી સર્ટિફિકેટ બનાવીને આ વ્યક્તિ નોકરી કહી રહ્યો હતો. અને પગાર પણ લઈ રહ્યો હતો.

શિક્ષણ વિભાગે કર્યો ખુલાસો
આમાં શિક્ષા વિભાગની મિલિભગત સામે આવી છે. આ છેતરપિંડીમાં વિભાગની મિલિભગત હોવાની શક્યતા છે. આ ઘટનાનો ખુલાસો શિક્ષણ વિભાગે કર્યો હતો.

આ પણ વાંચોઃ-Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, નવ દિવસના આ નવ મંત્રો, જેના જાપથી માતાજીની થશે અસીમકૃપા2016થી કરી રહ્યા હતા નોકરી
નકલી ટીચરના રૂપમાં જેની ઓળખ થઈ છે તે રાકેશ કુમાર નાલંદા જિલ્લાનો રહેવાસી છે. શેખપુરા અરિયરી પ્રખંડના પ્રાથમિક વિદ્યાલય જોધનબીઘામાં 2016થી નોકરી કરી રહ્યો હતો. જ્યારે આ જ નામથી રાકેશ કુમાર જિલ્લાના શેખપુરા પ્રખંડના પ્રાથમિક વિદ્યાલય ભદેલીમાં નોકરી કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ જો તમે મોર્નિંગ કે નાઈટમાં સાયકલિંગ કરવા જાવ છો? તો વાંચો મહિલા સાથે બનેલો આંખ ઉઘાડતો કિસ્સો

આ પણ વાંચોઃ-રાજકોટઃ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભૂપત ભરવાડની ધરપકડ, 'શું પોલીસ મિત્ર' તરીકે ઓળખાય છે?

ઈપીએફ એકાઉન્ટ ખોલતા સમયે થયો ખુલાસો
આ આખો મામલો શિક્ષા વિભાગ દ્વારા ઈપીએફ એકાઉન્ટ ખોલવાના સમયે સામે આવ્યો છે. એકાઉન્ટ ખોલવાના ક્રમમાં જિલ્લામાં 2 શિક્ષક એક જ સર્ટિફિકેટ ઉપર નોકરી કરતા હોવાનો ખુલાસો થયો હતો. બંનેના નામ રાકેશ કુમાર છે. આ ખુલાસો ત્યારે થયો નકલી શિક્ષક રાકેશ કમારે દ્વારા પોતાનું ઈપીએફ ખાતું પહેલા જ બનાવી લીધું હતું.અસલી રાકેશનું પહેલાથી જ ખુલેલું હતું ઈપીએફ ખાતું
જ્યારે અસલી રાકેશ કુમારનું ખાતું ખોલવાનો વારો આવ્યા તો તેમને જાણવા મળ્યું હતું કે તેમનું ખાતું પહેલાથી જ ખાતું ખોલેલું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, તપાસ ચાલું છે કાયદા અંતર્ગત તપાસ ચાલું છે.
Published by: ankit patel
First published: October 17, 2020, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading