પત્નીને ઘરમાં બંધ કરી પતિએ જીવતી સળગાવી, પત્ની દરવાજો તોડીને નાળાંમાં કૂદી

પ્રતિકાત્મક તસવીર

સળગતી અર્ચના બુમો પાડતી દરવાજો તોડીને ઘરની બહાર આવી હતી. આગથી બચવા માટે અર્ચનાએ ઘરની પાસે વહેતા નાળામાં કૂદી હતી. પરિણીતાને જીવતી સળગાવવાની જાણ થવા છતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ન હતી.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ દહેજ (Dowry) ભૂખ્યા પતિએ (husband)પરિણીતા ઉપર પેટ્રોલ (petrol) છાંટીને જીવતી (Burn alive) સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પત્નીએ પોતાનો જીવ બચાવવા માટે ગટરમાં કૂદી હતી. સ્થાનિક લોકોએ ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે ખસેડી હતી. ગંભીર હાલત જોઇને ડૉક્ટરોએ તેને દિલ્હી સફદરજંગ હોસ્પિટલમાં રીફર કરી હતી. ડૉક્ટરો પ્રમાણે મહિલાનું શરીર 70 ટકા દાઝી ગયું હતું.

  મળતી માહિતી પ્રમાણે લગ્ન બાદ પતિ રઘુએ પત્ની પાસેથી દહેજની માંગણી કરવાનું શરુ કરી દીધું હતું. અનેક વખત પોલીસે સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. જોકે છેલ્લા પાંચ દિવસથી પત્ની અર્ચના પોતાના ઘરે આવી હતી.

  આ પણ વાંચોઃ-Panipat Trailer જોઇને અર્જુન કપૂર ઉપર લોકો ભડક્યા, થયો troll

  સોમવારે સવારે આશરે 11 વાગ્યે એક બોટલ પેટ્રોલ લઇને રઘુ અને તેનો ભાઇ વિશાલ આવ્યા હતા. અર્ચનાને રૂમમાં બંધ કરી દીધી હતી. તેને જીવતી સળગાવવા માટે તેની ઉપર પેટ્રોલ છાંટ્યું હતું. અને સળગતી દિવાસળી ફેંકી દીધી હતી. અને અર્ચના સળગવા લાગી હતી.

  આ પણ વાંચોઃ-ત્રણ Ferrari કાર જેટલી કિંમતનો પાડો 'ભીમ', ખોરાક વિશે જાણીને ચોંકી જશો

  સળગતી અર્ચના બુમો પાડતી દરવાજો તોડીને ઘરની બહાર આવી હતી. આગથી બચવા માટે અર્ચનાએ ઘરની પાસે વહેતા નાળામાં કૂદી હતી. આસપાસના લોકોએ તેને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલમાં હજાર ડૉક્ટરોએ તેને દિલ્હી સફદરજંગ રીફર કરી હતી. અર્ચનાની હાલત ગંભીર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.

  આ પણ વાંચોઃ-ઊંઘતી પુત્રીના શરીરમાં વહી રહ્યો હતો વીજ કરંટ, તેને અડતા માતાને લાગ્યો ઝાટકો

  પરિણીતાને જીવતી સળગાવવાની જાણ થવા છતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ન હતી. યુવતીના પરિવારજનોએ 100 નંબર ઉપર ફોન કર્યો તો પોલીસે આરોપીપક્ષની તરફદારી કરી હતી. અનેક કલાકો વિત્યા પછી પણ પોલીસે પીડિતાનું નિવેદન ન લીધું.
  Published by:ankit patel
  First published: