Home /News /national-international /

એંસીના દાયકાથી ભારત આતંકથી પરેશાન, હવે જેવા સાથે તેવાનો જ મળશે જવાબ

એંસીના દાયકાથી ભારત આતંકથી પરેશાન, હવે જેવા સાથે તેવાનો જ મળશે જવાબ

હવે, જોવું રહ્યું કે, આતંકીસ્તાન પાકિસ્તાન સુધરે છે કે નહીં, કે પછી, તેને એક યુદ્ધ જ જોઈએ છે ?

હવે, જોવું રહ્યું કે, આતંકીસ્તાન પાકિસ્તાન સુધરે છે કે નહીં, કે પછી, તેને એક યુદ્ધ જ જોઈએ છે ?

  છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમય કરતાં ભારત એ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓનો સામનો કરી રહ્યું છે..જો કે, 21મી સદીનુ ભારત હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં સમજાવી રહ્યું છે..

  વૈશ્વિકફલક પર ભારત એક સહિષ્ણુ દેશની છાપ ધરાવે છે. જેના, વિચારના પાયામાં અહિંસા રહેલી છે. જો કે, પાકિસ્તાન જેવુ રાષ્ટ્ર અને પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી સંગઠનો ભારતના આ ગુણને નબળાઈ સમજી બેઠા છે. ખાસ કરીને, પાકિસ્તાન એંસીના દાયકાના મધ્યથી ભારતની સહનશીલતાને ધીરજની એરણ પર ટાંચી રહ્યું છે. એંસીના દાયકાના મધ્યભાગમાં ભારતમાં પ્રથમવાર પંજાબમાં ખાલિસ્તાન હિંસક આંદોલનની શરૂઆત થઈ. જેના થકી, ભારતે આતંકવાદી અને હિંસક પ્રવૃત્તિઓનો સામનો કર્યો હતો. યુદ્ધમાં હાર બાદ, પાકિસ્તાને ભારત સામે પ્રોક્સી યુદ્ધ શરૂ કર્યું અને તેની શરૂઆત પંજાબ ચાલતા ખાલિસ્તાન ચળવળથી શરૂ કરી હતી. ખાલિસ્તાન આંદોલનના ઓઠા હેઠલ, પાકિસ્તાને ભારતના પંજાબમાં અનેક હિંસક હુમલાઓ કરાવ્યા હતા. અંદાજે એક દાયકા સુધી ચાલેલા આ હિંસક હુમલાઓમાં અનેક નિર્દોષ ભારતીયોના મોત થયા હતા. જો કે, ભારત સરકારના મક્કમ વલણ બાદ, આ આંદોલન સમયાંતરે નામશેષ થયું હતુ અને પંજાબમાં શાંતિ સ્થપાઈ હતી. જો કે, તેના ભાગ રૂપે ભારતે તેના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈંદીરાગાંધીનુ બલિદાન આપવું પડ્યું હતુ.

  પંજાબ બાદ, પાકિસ્તાને ધર્મના નામે જમ્મુ-કાશ્મીરના સ્થાનિકોમાં ઝેર ઘોળવાનુ શરૂ કર્યું. જે એંસીની દાયકાના અંતભાગમાં ખાસ કરીને કાશ્મીરના ખીણ વિસ્તારમાં અલગાવવાદના રૂપમાં વકરી ગયું. આ પછી,સમયાંતરે આ ઝેર આંતકવાદના ઓઠામાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. છેલ્લા ત્રીસ વર્ષમાં પાકિસ્તાનની ધરતી પર રહેલા પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો કાશ્મીરમાં દરરોજ આંતકવાદી હુમલાઓ કરે છે. જેમાં, દરરોજ ભારતીય સુરક્ષા દળોના અનેક નરબંકાઓ દેશ માટે શહીદી વહોરે છે. ભારતીય સેનાના કડક અને લોકભોગ્ય વલણના લીધે, નેવુના દાયકાના અંતમાં કાશ્મીરમાં થોડા અંશે શાંતિ સ્થપાઈ હતી.

  પાકિસ્તાને ભારત સામેના તેના પ્રોક્સી યુદ્ધના ભાગ રૂપે, વર્ષ 1992માં આઈએસઆઈએ મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા. જેમાં, અનેક નિર્દોષ ભારતીયોએ તેના જીવ ગુમાવ્યા હતા. આ પછી, નેવુના દાયકાના અંતમાં વાજપેયી સરકારના શાસનકાળમાં પાકિસ્તાને ભારતીય વિમાનનુ અપહરણ કરીને કંધાર કાંડ આચર્યો હતો. જે થકી, ભારતને બ્લેકમેઈલ કરીને પાકિસ્તાને આતંકવાદી મૌલાના મસૂદ અઝહર અને અન્યને છોડાવ્યા હતા. આ ઘટનાના એકાદ વર્ષ બાદ, કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને સેના વચ્ચેના એન્કાઉન્ટરમાં આતંકવાદીઓએ કાશ્મીર ખીણમાં સ્થિત સૂફી સંતની મજાર ચરાર-એ-શરીફને સળગાવી દીધી હતી. આ ઘટનાનો દુષ્પ્રચાર કરીને પાકિસ્તાને કાશ્મીરના લોકોમાં ભારત વિરૂદ્ધ ઝેર પ્રસરાવેલું.

  જો કે, ભારતીય સેનાએ શાંતિ દાખવીને આંતકવાદીઓ સામે તેની કડક કાર્યવાહી કાશ્મીરમાં ચાલુ રાખી હતી. આ પછી, એકવીસમી સદીના પ્રથમ દાયકાના પ્રથમ વર્ષમાં આંતકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કરીને, ભારતની સહનશીલતાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ ઘટના બાદ, ભારત સરકારે પાકિસ્તાન સાથે યુદ્ધ લડવાનુ નક્કી કરી દીધું હતુ અને સેનાને સરહદ પર તહેનાત કરી દીધી હતી. જો કે, શાંતિને વરેલા, ભારતે આ ઘટનાને સહન કરીને યુદ્ધને ટાળ્યું હતુ.

  આ પછી, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ ભારતના વિવિધ શહેરોમાં અનેક આતંકવાદી હુમલાઓ કર્યા હતા. જેમાં, મુંબઈ પર કરેલો આતંકવાદી હુમલો સૌથી મોટો હતો. આ હુમલા બાદ, ભારતે, તેની વિદેશનીતિમાં આકરા પરિવર્તન કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન સામેની ઝુંબેશ ચાલુ કરી. જેનો ફાયદો પણ ભારતને થયો.

  વર્ષ 2014માં ભારતમાં સરકાર બદલાઈ, પરંતુ પાકિસ્તાન તેની અવળચંડાઈ છોડી શક્યું નહીં. છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાને કાશ્મીરની આગને સતત સળગાવી રાખી છે. આ ઉપરાંત, પઠાણકોટ, ઉરી અને પુલવામાં જેવા આંતકવાદી હુમલાઓ પણ ભારત પર કર્યા. જેમાં, ભારતીય સેનાને સીધી ટાર્ગેટ કરવામાં આવી હતી. જેના લીધે, ભારત સરકારે પણ જેવા સાથે તેવાની ભાષામાં જ પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈક અને ભારતીય વાયુસેનાએ કરેલા હુમલા થકી જવાબ આપ્યો કે, હવેનુ ભારત બદલાયું છે. ભારતે સંદેશ આપ્યો છે કે, ભારત અહિંસામાં માને છે, પરંતુ તેની છાતી પર ચડનારાઓને કચડી પણ નાખે છે. ભારતના આ વલણને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન પણ મળ્યું છે. હવે, જોવું રહ્યું કે, આતંકીસ્તાન પાકિસ્તાન સુધરે છે કે નહીં, કે પછી, તેને એક યુદ્ધ જ જોઈએ છે ?
  Published by:kiran mehta
  First published:

  Tags: Answer, Harassed, આતંકવાદી હુમલો, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन