Home /News /national-international /

Footbridge Collapses: ઉદ્ઘાટન દરમિયાન જ બ્રિજ તૂટી પડ્યો, પત્નીની સાથે 'નેતાજી' પડ્યા ગટરમાં - video

Footbridge Collapses: ઉદ્ઘાટન દરમિયાન જ બ્રિજ તૂટી પડ્યો, પત્નીની સાથે 'નેતાજી' પડ્યા ગટરમાં - video

મેક્સિકો બ્રિજ ધરાશાયી

Mexico bridge Collapses : એક નદી પર ફૂટબ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ પુલ લાકડાના બોર્ડ અને ધાતુની સાંકળોથી બનેલો હતો અને તેને ફરીથી બનાવવામાં આવ્યો હતો. આ મામલો મેક્સિકો (Mexico) ના કુઅર્નિવાકા શહેરનો છે. વાસ્તવમાં, જ્યારે લોકો ઉદ્ઘાટન માટે આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો. આ પછી મેયર સહિત લગભગ 2 ડઝન લોકો નીચે નાળા (Sewer) માં પડી ગયા હતા.

વધુ જુઓ ...
    Footbridge Collapses: દરેક, રાજ્ય, શહેરમાં કે ગામમાં પુલ અને રસ્તાઓના ઉદ્ઘાટન માટે કોઈ મોટા નેતા કે સેલિબ્રિટીને જ બોલાવવામાં આવે છે, તો મેક્સિકો ના એક શહેરમાં બનેલા બ્રિજના ઉદ્ઘાટન માટે શહેરના મેયર અને અન્ય અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. બ્રિજના ઉદ્ઘાટન માટે શહેરના મેયર અને અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા. જ્યારે તેઓ આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો હતો અને મેયર સહિત લગભગ 2 ડઝન લોકો ગટરમાં પડી ગયા હતા.

    આ પુલ લાકડાના બોર્ડ્સ અને મેટલની સાંકળોથી બનેલો હતો

    આ મામલો મેક્સિકોના કુઅર્નિવાકા શહેરનો છે. અહીં એક નદી પર ફૂટબ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ પુલ લાકડાના બોર્ડ અને ધાતુની સાંકળોથી બનેલો હતો અને તેને ફરીથી બનાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં, જ્યારે લોકો ઉદ્ઘાટન માટે આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો. આ પછી મેયર સહિત લગભગ 2 ડઝન લોકો નીચે નાળામાં પડી ગયા હતા.

    જુઓ વિડિયો -



    કાઉન્સિલના સભ્યો અને અધિકારીઓ 3 મીટર નીચે ગટરમાં પડ્યા હતા

    પુલ તૂટી પડ્યા પછી, શહેર પરિષદના સભ્યો અને અન્ય સ્થાનિક અધિકારીઓ 3 મીટર ગટરમાં પડ્યા હતા. ગટરની નીચે પથ્થરો હતા અને લોકો આ પથ્થરો પર પડ્યા હતા. મેયર, તેમના પત્ની, કેટલાક અધિકારીઓ અને પત્રકારો ગટરમાં પડ્યા હતા. આ દરમિયાન ઘણા લોકોને ઈજા થઈ હતી, જેમને બાદમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

    આ પણ વાંચોઅલ-કાયદાની ભારતને ધમકી, 'પયગંબરના અપમાનનો બદલો લઈશુ', ગુજરાત-દિલ્હી-મુંબઈ અને યુપીને બનાવશે નિશાન!

    મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ક્ષમતા કરતા વધુ લોકો પુલ પર ચઢવાને કારણે આ ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘણા લોકો ગટરમાં પડતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોના પડી ગયા બાદ તેમને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, Mexico, Rest of The world News, World news, World News in gujarati

    આગામી સમાચાર