ફુટબોલર દીકરીના નામે સરકાર રસ્તો બનાવે છે, માતા-પિતા ત્યાં જ કરે છે મજુરીકામ
દીકરીના નામે બનતા રોડ પર માતા-પિતા જ કરે છે મજુરીકામ, Pic: Utkarsh Singh (Tweet)
Footballer Asthtam oraon: ભારતીય અંડર-17 મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન અષ્ટમ ઉરાંના માતા-પિતા તેમના માનમાં ગામમાં બની રહેલા રોડ પર મજૂર તરીકે કામ કરી રહ્યા છે. ઝારખંડના ગુમલા જિલ્લામાં રહેવા વાળી અષ્ટમના પિતાનું કહેવુ છે કે, જો મજુરી નહી કરીએ તો પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે.
Footballer Asthtam oraon: ઓડિસામાં ચાલી રહેલ અંડર-17 ફીફા ફુટબોલ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કપ્તાન અષ્ટમ ઉરાંવ ઝારખંડની દીકરી છે. ભારતીય ટીમની કપ્તાન બનવા પર સરકાર તેના સન્માનમાં અષ્ટમના ગામમાં રોડ બનાવી રહી છે. પરંતુ તેમાં હેરાની અને શરમની વાત એ છે કે, દીકરી અષ્ટમના સન્માનમા બની રહેલા રોડના કામમાં તેના માતા-પિતા ત્યાં જ મજુરી કામ કરી રહ્યા છે.
અષ્ટમ ઉરાંવના નામે સરકાર બનાવે છે રોડ
આ બાબત સામે આવતા પ્રશાસન પણ હેરાન છે. આ મામલો સામે આવતા પ્રશાસને કહ્યું કે, ' અમને ખબર ન હતી કે, અષ્ટમમાં માતા-પિતા અહીં જ કામ કરી રહ્યા છે.' ઉલ્લેખનીય છે કે, અષ્ટમ ઝારખંડના ગુમલા જિલ્લામાં રહે છે. તેના માતા-પિતા મજુરીકામ કરે છે. ખુબ જ કઠીન પરિસ્થિતિમાં તેમણે પોતાના બાળકોનું ભરણ-પોષણ કર્યું છે. જ્યારે આજે તેમના બાળકો ના કેવળ તેમનું પણ આખા ઝારખંડનું ગૌરવ બની ગયા છે.
અષ્ટમ માતા-પિતા રસ્તાના નિર્માણમાં મજૂર કરતા હોવાની વાત વાયરલ
સોશિયલ મીડિયામાં અષ્ટમ ઉરાંવના માતા-પિતા રસ્તાના નિર્માણમાં મજૂર તરીકે કામ કરતા હોવાની વાત વાયરલ થઈ રહી છે. પત્રકાર ઉત્કર્ષ સિંહે અષ્ટમ ઓરાંના માતા-પિતાની તસવીરો સાથે ટ્વીટ કર્યું છે કે, શરમજનક, એ જાણતા નથી કે ગુમલા જિલ્લા વહીવટીતંત્ર ફીફા અંડર-17ના કેપ્ટન અષ્ટમ ઓરાંના ઘર તરફ જવા માટે રસ્તો બનાવી રહ્યું છે. આ જ રોડ માટે અષ્ટમના માતા-પિતા 250 રૂપિયામાં મજૂરીકામ કરી રહ્યા છે.
કામ નહીં કરીએ ભરણપોષણ કેવી રીતે થશે: હીરા ઉરાંવ
રોડ બનાવવાના કામમાં મજુરીકામ કરતા અષ્ટમના માતા-પિતાએ જણાવ્યું કે, અમને આખો દિવસના કામ કરવાની અઢીસો રૂપિયા મજુરી મળી છે. અમે અમારી દીકરીની સફળતાથી ખુશ છીએ. પણ જો અમે કામ નહીં કરીએ તો પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે શકશે. અષ્ટમના પિતા હીરા ઉરાંવ પણ તેમના સમયમાં એક સારા ફૂટબોલ ખેલાડી રહી ચુક્યા છે. પરંતુ યોગ્ય પ્લેટફોર્મ ન મળવાને કારણે તેમનું ટેલેન્ટ ગુમનામ જ રહી ગયું.
शर्मनाक!
FIFA अंडर-17 टीम की कप्तान अष्टम उराँव के घर जाने के लिए गुमला जिला प्रशासन सड़क बनवा रहा. अष्टम के माता और पिता उसी सड़क के निर्माण में 250 रुपए में मजदूरी कर रहे हैं. अष्टम की दो बहनें भी नेशनल और स्टेट लेवल की खिलाड़ी हैं. इस देश में खिलाड़ियों को यही सम्मान मिल रहा. pic.twitter.com/cGFHHiG9Xg
જો કે, હીરા ઉરાંવ તેની પુત્રીની સફળતાથી ફુલાણા નહોતા. હાલમાં જ પ્રશાસને અષ્ટમ ઉરાંવના ઘરે ટીવી લગાવ્યું છે. માહિતી પ્રમામે આજથી ભુવનેશ્વરમાં ફીફા અંડર-17 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં ગુમલાની બે દીકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેપ્ટન તરીકે અષ્ટમ ઉરાંવ, જે ગુમલા જિલ્લાથી 60 કિમી દૂર બિશુનપુર બ્લોકના બનારી ગોરાટોલીની રહેવા વાળી છે. બીજા નંબરે ચૈનપુર પ્રખંદની સુધા અંકિતા તિર્કીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર