તેજ પ્રતાપ યાદવના લગ્નમાં 'દબંગ મહેમાનો'એ કરી લૂંટફાટ

News18 Gujarati
Updated: May 13, 2018, 5:24 PM IST
તેજ પ્રતાપ યાદવના લગ્નમાં 'દબંગ મહેમાનો'એ કરી લૂંટફાટ

  • Share this:
પટનાઃ લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને ઐશ્વર્યા રાયના લગ્નમાં બધું ધાર્યા પ્રમાણે જ થયું હતું. જોકે, લગ્ન દરમિયાન એક 'અફવા' ફેલાઇ જેના કારણે લગ્ન સ્થળે થોડી અરાજકતા સર્જાઇ હતી.

લગ્ન દરમિયાન જમણવાર ચાલી રહ્યો હતો ત્યારે સામાન્ય લોકોમાં એવી અફવા ફેલાઈ હતી કે લગ્નમાં વીઆઈપી લોકો માટે અલગથી 'ખાસ ભોજન'ની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બાદમાં અલગ અલગ શમિયાણામાં જમી રહેલી લોકો વીઆઈપી માટેના વિસ્તારમાં ધસી ગયા હતા અને ફૂડ તેમજ સજાવટ માટે રાખવામાં આવેલી વસ્તુઓની લૂંટ ચલાવી હતી. હંગામો કરનાર લોકોમાં મોટા ભાગના આરજેડી કાર્યકર હતા.

લોકોએ વીઆઈપી માટે અનામત રાખેલા વિસ્તારમાં ક્રોટરીની તોડફોડ કરી હતી. અહીં રાખેલા ટેબલ અને ખુરશીઓ આમતેમ ફેંકી દીધા હતા. લોકો જ્યારે લૂંટફાટ કરી રહ્યા હતા ત્યારે પાર્ટીના નેતાઓ લોકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કેટરર્સના જણાવ્યા પ્રમાણે બળજબરીથી વીઆઈપી વિસ્તારમા ઘૂસી ગયેલા લોકોએ આશરે 2,000 જેટલી પ્લેટ્સ તોડી નાખી હતી, તેમજ અમુક વાસણો અને ક્રોકરીની લૂંટ ચલાવી હતી.

લગ્નના એક દિવસ પહેલા ભોજન સમારંભની જવાબદારી જેમના શીરે હતી તે કાનપુરના ભાટીયા કેટરર્સે ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમને 10 હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે, લગ્નના દિવસે અહીં અંદાજ કરતા વધારે સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. ખાસ કરીને દરેક જિલ્લામાંથી આરજેડીના કાર્યકરો અહીં આવી પહોંચ્યા હતા.

કેટરર્સથી વિરોધી નિવેદન આપતા આરજેડી નેતા શક્તિ યાદવે ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે આશરે 50 હજાર જેટલા લોકો ઇવેન્ટમાં હાજર રહેવાના હતા. જમણવાર દરમિયાન થયેલી અરાજકતામાં અનેક મીડિયા પર્સનને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તેમના કેમેરા સહિતના ઉપકરણોની તોડફોડ કરવામાં આવી હતી.
First published: May 13, 2018, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading