Home /News /national-international /સંસદની કેન્ટીનમાં ભજીયાથી લઈને નોનવેજ બુફે થયા મોંઘા, 100 રૂપિયામાં વેજ થાળી, જાણો નવા ભાવ

સંસદની કેન્ટીનમાં ભજીયાથી લઈને નોનવેજ બુફે થયા મોંઘા, 100 રૂપિયામાં વેજ થાળી, જાણો નવા ભાવ

સંસદની કેન્ટીનમાં ચા અને કોફીના ભાવમાં કોઈ વધારો નથી કરાયો, વેજ થાળીના ભાવમાં આટલો થયો વધારો

સંસદની કેન્ટીનમાં ચા અને કોફીના ભાવમાં કોઈ વધારો નથી કરાયો, વેજ થાળીના ભાવમાં આટલો થયો વધારો

    નવી દિલ્હીઃ સંસદની કેન્ટીન (Parliament canteen)માં મળનારું ભોજન હવે પહેલાથી મોંઘું થઈ ગયું છે. 29 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર (Budget Session 2021)થી પહેલા લોકસભા અધ્યક્ષ (Lok Sabha Speaker) ઓમ બિરલા (Om Birla)એ સંસદની કેન્ટીનના ભોજનમાં મળનારી સબ્સિડી (Parliament Canteen Subsidy)ને ખતમ કરી દીધી છે. તેના કારણે હવે મળનારા ખાવા-પીવાના તમામ વ્યંજન મોંઘા થઈ ગયા છે. ત્યારબાદ હવે કેન્ટિનમાં શાકાહારી થાળી 100 રૂપિયામાં મળશે. પહેલા શાકાહારી થાળી (Vegetarian Thali) 60 રૂપિયામાં મળતી હતી. સાથોસાથ નોનવેજ બુફે (Non Veg Buffet) હવે 700 રૂપિયામાં મળશે.

    મળતા રિપોર્ટ્સ મુજબ, સંશોધિત નવા ભાવ અનુસાર સંસદની કેન્ટીનમાં ચા પહેલાની જેમ જ 5 રૂપિયામાં, કોફી 10 રૂપિયામાં અને લેમન ટી 14 રૂપિયામાં મળશે. શાકાહારી થાળી 100 રૂપિયામાં મળી શકે છે જે પહેલા 60 રૂપિયામાં મળતી હતી.

    સંસદની કેન્ટિનનું મેન્યૂ લિસ્ટ


    સંસદની કેન્ટિનનું મેન્યૂ લિસ્ટ


    આ પણ વાંચો, જો આરોગી જશો 4 કિલોગ્રામની આ ‘બુલેટ થાળી’ તો ઈનામમાં મળશે રોયલ એનફિલ્ડ!

    આ ઉપરાંત કેન્ટીનમાં હવે સૌથી સસ્તા ભાવે માત્ર રોટી જ મળશે. તેની કિંમત 3 રૂપિયા હશે. ચિકન બિરયાનીની કિંમત હવે વધીને 100 રૂપિયા થઈ જશે. ચિકન કરી 75 રૂપિયામાં મળશે. પ્લેન ડોસાનો ભાવ 30 રૂપિયા થઈ જશે. બીજી તરફ મટન બિરયાની 150 રૂપિયામાં મળશે. તેની સાથે જ હવે વેજ ભજીયાનો સ્વાદ 50 રૂપિયામાં માણી શકશો.

    નોંધનીય છે કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે જણાવ્યું હતું કે સંસદની કેન્ટીનમાં સાંસદો, અન્યને ભોજન પર આપવામાં આવતી સબ્સિડી બંધ કરી દેવામાં આવી છે જેના કારણે હવે કેન્ટીનનું ભોજન મોંઘું થઈ વશે. બિરલાએ તેની સાથે જોડાયેલા નાણાકીય પાસાઓ વિશે કોઈ જાણકારી નહોતી આપી.

    આ પણ વાંચો, Gold Price Today: સોનાના ભાવમાં મોટું ધોવાણ, 49 હજારની નીચે સરકી કિંમત, ચેક કરો Latest Rates
    " isDesktop="true" id="1067327" >

    જોકે, સૂત્રોએ જણાવ્યું કે, સબ્સિડી સમાપ્ત કરવાથી લોકસભા સચિવાલયને વાર્ષિક 8 કરોડ રૂપિયાની બચત થઈ શકશે. ઓમ બિરલાએ કહ્યું કે ઉત્તર રેલવેને બદલે હવે ભારતીય પર્યટન વિકાસ નિગમ (ITDC) સંસદની કેન્ટીનનું સંચાલન કરશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Parliament, Rates, Subsidy, Union Budget 2021, દિલ્હી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन