Home /News /national-international /

Food Delivery Apps: શું તમે પણ ફૂડ એપથી વારંવાર ખાવાનું મંગાવો છો તો ચેતી જાવ, WHOએ કર્યો ચોંકાવનારો ખુલાસો!

Food Delivery Apps: શું તમે પણ ફૂડ એપથી વારંવાર ખાવાનું મંગાવો છો તો ચેતી જાવ, WHOએ કર્યો ચોંકાવનારો ખુલાસો!

મેદસ્વીતા બાબતે સ્થિતિ પહેલાથી જ ખરાબ છે, આવી સ્થિતિમાં ફૂડ ડિલીવરી એપના (Food delivery apps)કારણે લોકો સતત ઓબેસિટીનો શિકાર બની રહ્યા છે

Obesity - યુકેમાં રાત્રે 9 વાગ્યા પહેલાં ભોજનમાં હાઈ શુગર, મીઠું અને ચરબીવાળા ઉત્પાદનોની ટીવી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનું પણ પ્લાનિંગ ચાલે છે

દુનિયાભરમાં સ્થૂળતા (Obesity) ગંભીર સમસ્યા તરીકે સામે આવી રહી છે. સ્થૂળતાના કારણે અસંખ્ય લોકો ચિંતિત છે. વધુ ખતરનાક વાત એ છે કે, સ્થૂળતાનો ભોગ બનનારા મોટાભાગના બાળકો છે. શારીરિક શ્રમનો અભાવ, ખરાબ જીવનશૈલી અને જંકફૂડ (Junk food)ના ટ્રેન્ડથી સ્થૂળતાની સમસ્યામાં ઝડપથી વધારો થયો છે. બીજી તરફ કોવિડ પછી પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, યુરોપના લગભગ 60 ટકા પુખ્ત વયના લોકો અને ત્રીજા ભાગના બાળકો (Kids of Europe) વધુ વજનવાળા અને મેદસ્વી છે.

યુરોપ કરતા અમેરિકાની સ્થિતિ વધુ ખરાબ છે. ત્યાં મેદસ્વિતાએ મહામારીનું રૂપ લઈ લીધું છે. મેદસ્વીતા બાબતે સ્થિતિ પહેલાથી જ ખરાબ છે, આવી સ્થિતિમાં ફૂડ ડિલીવરી એપના (Food delivery apps)કારણે લોકો સતત ઓબેસિટીનો શિકાર બની રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના અહેવાલ મુજબ, યુરોપમાં કુલ મૃત્યુમાં 13% મૃત્યુ પાછળ મેદસ્વીપણું એક મુખ્ય કારણ છે. આ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યુરોપમાં કેન્સરને કારણે દર વર્ષે ઓછામાં ઓછા 2,00,000 લોકો મૃત્યુ પામે છે અને મેદસ્વીપણું તેનું મુખ્ય કારણ છે.

મેદસ્વીતા ગંભીર સમસ્યા

શરીરમાં વધુ પડતી ચરબી 13 પ્રકારના કેન્સર, ટાઇપ-2 ડાયાબિટીસ, હૃદયની સમસ્યા અને ફેફસાના રોગ સહિતના અસંખ્ય રોગોને આમંત્રણ આપે છે. એટલું જ નહીં, તે અપંગતાનું પણ મોટું કારણ છે. મેદસ્વીપણું એ એક જટિલ રોગ છે અને તે બિન આરોગ્યપ્રદ ખોરાક અને શારીરિક પ્રવૃત્તિના અભાવના કારણે ઉભો થાય છે.

ફૂડ ડિલિવરી એપની ભૂમિકા

વિશ્વના તમામ વિકસિત અને વિકાસશીલ દેશો દિવસેને દિવસે ડિજિટલ બની રહ્યા છે. કોઈપણ પ્રકારની જરૂરિયાતનું સમાધાન ફોનમાં રહેલી એપ્સમાં છે. યુરોપમાં આ જ ડિજિટલ ફૂડ કલ્ચરની ખૂબ જ ખરાબ અસર પડી છે. ફૂડ ડિલિવરી એપ વધુ ચરબી, હાઈ શુગર અને ઠંડાપીણાના વપરાશમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહી છે. જેથી લોકો ક્યારે, શું અને કેવી રીતે ખાય છે? તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ.

આ પણ વાંચો - ચીને શા માટે સ્થાપિત કર્યું એવરેસ્ટ પર વિશ્વનું સૌથી ઊંચું હવામાન કેન્દ્ર?

યુકેનો અભ્યાસ સૂચવે છે કે, ઘરે જમવાનું મંગાવવાથી ઘરે જમવા કરતાં વધુ 200 કેલરીનો વપરાશ થાય છે. એટલે કે બાળક અઠવાડિયામાં 8 દિવસનું ખાવાનું ખાય છે.

ફૂડ એપ્સ ફાયદાકારક બની શકે છે

યુરોપિયન કોંગ્રેસ ઓન ઓબેસિટીએ તાજેતરમાં જ અહેવાલ બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે, ઓનલાઇન ફૂડનો ઉપયોગ કરીને અથવા અન્ય ખાદ્યપદાર્થોની ડિલિવરી દ્વારા તંદુરસ્ત આહારને પણ પ્રોત્સાહન આપી શકાય છે. યુકે મેદસ્વીપણાનો સામનો કરવા માટે જરૂરી પગલાં લેવા પર ગંભીરતાથી કામ કરી રહ્યું છે.

લોકોના આરોગ્યની જાળવણી માટે ત્યાં કેટલીક પોલિસી પણ અમલમાં મુકવામાં આવી છે, જેના કારણે તમામ રેસ્ટોરન્ટ અને કાફેમાં ખાદ્ય વસ્તુઓમાં રહેલી કેલેરીની જાણકારી બતાવવી પડશે.

આ કારણે લોકો વધુ સામાન ખરીદે છે!

એક સાથે મફત જેવી પદ્ધતિઓ પણ ધીમે ધીમે બંધ કરવી પડશે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, આવી સ્કીમના કારણે લોકો પોતાની જરૂરિયાત કરતા 20 ટકા વધારે સામાન ખરીદે છે. બીજી તરફ યુકેમાં રાત્રે 9 વાગ્યા પહેલાં ભોજનમાં હાઈ શુગર, મીઠું અને ચરબીવાળા ઉત્પાદનોની ટીવી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનું પણ પ્લાનિંગ ચાલે છે.
First published:

Tags: Fast food, Obesity, Who

આગામી સમાચાર