ઘાસચારા કૌભાંડ સંબંધિત ત્રીજા કેસમાં લાલુ યાદવને 5 વર્ષની સજા

News18 Gujarati
Updated: January 24, 2018, 2:30 PM IST
ઘાસચારા કૌભાંડ સંબંધિત ત્રીજા કેસમાં લાલુ યાદવને 5 વર્ષની સજા

  • Share this:
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને દોષી જાહેર કરવામાં આવ્યા છે. લાલુ યાદવને 5 વર્ષની સજા અને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.  પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રાને પણ 5 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

કોર્ટનો નિર્ણય સાંભળવા માટે લાલુ પ્રસાદ રાંચી સ્થિત સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં પહોંચ્યા હતા જેના પછી તરત જ કોર્ટે તેમને આ કેસમાં પણ દોષી માન્યા છે.

આ કેસમાં પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા સહિત 50 અભિયુક્તોને દોષી માનવામાં આવ્યાં છે. નોંધનીય છે કે ચારા કૌભાંડ સાથે જોડાયેલ કેસમાં લાલુપ્રસાદ હાલ રાંચીની હોટવાર જેલમાં સજા કાપી રહ્યાં છે.

લાલુની સાથે કોર્ટ પરિસરમાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદ સિંહ, બિહાર પ્રદેશ અધ્યક્ષ રામચંદ્ર પુર્વે, ભોલા યાદવ સહિત બીજા વિધાયકો પણ ઉપસ્થિત હતાં. લાલુ સાથે આ કૌભાંડમાં પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા, પૂર્વ સાંસદ જગ્દીશ શર્મા સહિત બીજા આરોપીઓ સામે નિર્ણય સંભળાવવામાં આવ્યો છે.

આ કેસ ચાઈબાસા ટ્રેઝરીમાંથી અકાયદેસર રીતે 33.13 કરોડ રૂપિયાની ઉપાડ સાથે જોડાયેલ છે. આ કેસમાં લાલુ પ્રસાદ સહિત કુલ 56 લોકો આરોપી છે. જેમાં ત્રણ પૂર્વ આઈપીએસ અધિકારી અને 40 સપ્લાયર પણ સામેલ છે. વર્ષ 1992-93માં ખોટા આવંટન પત્રના આધારે 33.13 કરોડ રૂપિયાની અકાયદેસર ઉપાડ કરવામાં આવ્યો હતો.
First published: January 24, 2018
વધુ વાંચો
अगली ख़बर