ન્યૂઝ 18 ગુજરાતી : મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ છે. સરકાર બજેટમાં ખેડૂતો અને મિડલ ક્લાસ માટે મોટી જાહેરાત કરી શકે છે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન મોદીના સ્વપ્નના ભાગરૂપે બજેટમાં કિસાન સન્માન નિધી યોજનામાં મળનારી રૂપિયા 6,000ની સહાયમાં વધારો કરી રૂપિયા 8,000 કરી શકાય છે. સામાન્ય વ્યક્તિ માટે ટેક્સ મર્યાદા રૂપિયા 2.5 લાખથી વધારી અને5 લાખ રૂપિયા કરી શકાય છે.
કેટલીક અપેક્ષા ઇનકમ ટેક્સ મર્યાદામાં વધારો : બજેટમાં ઇનકમટેક્સની મર્યાદામાં વધારો થઈ શકે છે. 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર હાલમાં કોઈ પણ પ્રકારનો વેરે લાગતો નથી. આ બજેટમાં તેની મર્યાદા 5 લાખ રૂપિયા થઈ શકે છે.
કિસાન સન્માન નિધિ રકમમાં વધારો : બજેટમાં વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને મળતી રૂપિયા 6,000ની સહાયમાં વધારો કરી રૂપિયા 8,000 સુધી કરી શકાય છે.
10 હજારો કરોડનું ફન્ડ : સરકાર અટકેલા પ્રોજેક્ટસને પુરા કરવા માટે રૂપિયા 10,000 કરોડનું ફન્ડિંગ પુરૂ પાડી શકે છે. જેનો ફાયદો 5 લાખથી વધુ લોકોને થઈ શકે છે.
ખેડૂતો માટે પેકેજ : બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાતો થઈ શકે છે. ખેડૂતો માટે લોનના વ્યાજ દરોમાં ઘટાડો અને ખાતર ખરીદવા માટે ડાયરેક્ટ એકાઉન્ટ ટ્રાન્સફર વગેરે મદદની જાહેરાત થઈ શકે છે.
રિટાયરમેન્ટની મર્યાદા : સરકારી કર્મચારીઓ માટે નિવૃતીની વયમર્યાદા 70 વર્ષ સુધી લંબાઈ શકાય છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર