Home /News /national-international /

GST Row: પેકિંગ વગર વેચાશે તો, લોટ, કઠોળ, ચોખા સહિતની આ 14 વસ્તુઓ પર કોઈ GST વસૂલાશે નહીં - FM નિર્મલા સીતારમણ

GST Row: પેકિંગ વગર વેચાશે તો, લોટ, કઠોળ, ચોખા સહિતની આ 14 વસ્તુઓ પર કોઈ GST વસૂલાશે નહીં - FM નિર્મલા સીતારમણ

નિર્મલા સિતારમન

અનાજ, ચોખા, લોટ અને દહીં જેવી વસ્તુઓ પર 5 ટકા GSTના સરકારના નિર્ણયનો બચાવ કરતાં નાણાપ્રધાને કહ્યું કે, આ GST ફક્ત તે ઉત્પાદનો પર જ લાગુ થશે જે પ્રી-પેકેજ અને લેબલવાળી હોય.

    નવી દિલ્હી : આજે એક યાદી શેર કરતી વખતે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, જો યાદીમાંની 14 વસ્તુઓ છૂટક એટલે કે પેકિંગ વગર વેચવામાં આવશે તો તેના પર જીએસટીનો કોઈ દર લાગુ થશે નહીં. આ યાદીમાં રોજિંદા ઉપયોગની મહત્વની વસ્તુઓ જેમ કે કઠોળ, ઘઉં, બાજરી, ચોખા, સોજી અને દહીં/લસ્સીનો સમાવેશ થાય છે.

    અનાજ, ચોખા, લોટ અને દહીં જેવી વસ્તુઓ પર 5 ટકા GSTના સરકારના નિર્ણયનો બચાવ કરતાં નાણાપ્રધાને કહ્યું કે, આ GST ફક્ત તે ઉત્પાદનો પર જ લાગુ થશે જે પ્રી-પેકેજ અને લેબલવાળી હોય. જણાવી દઈએ કે, ગયા મહિને ચંદીગઢમાં મળેલી GST કાઉન્સિલની 47મી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.



    "GST વિશે ઘણી ગેરમાન્યતાઓ"

    શ્રેણીબદ્ધ ટ્વીટ્સ પોસ્ટ કરીને, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, "તાજેતરમાં, GST કાઉન્સિલે તેની 47મી બેઠકમાં કઠોળ, અનાજ, લોટ જેવી વિશિષ્ટ ખાદ્ય ચીજો પર GST વસૂલવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની ભલામણ કરી છે. જો કે, ઘણી બધી ગેરસમજો ફેલાઈ છે. અહીં હકીકતો બહાર લાવવાનો પ્રયાસ છે."

    આ પણ વાંચોInvestment : મ્યુચ્યુઅલ ફંડોએ નવા લિસ્ટેડ શેરમાં રોકાણ ઘટાડ્યું, જાણો ટોપ બાયિંગ અને સેલિંગ મ્યુચ્યુઅ ફંડ

    “શું આ પહેલીવાર ખાદ્ય ચીજવસ્તુઓ પર ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે? ના, GST પહેલાના શાસનમાં રાજ્ય સરકારો ખાદ્યપદાર્થોમાંથી ઘણી આવક એકત્ર કરતી હતી. એકલા પંજાબે ખરીદી કરના રૂપમાં અનાજ પર રૂ. 2,000 કરોડ એકત્ર કર્યા છે. યુપીએ ₹700 કરોડ ઊભા કર્યા.
    Published by:kiran mehta
    First published:

    Tags: FM Nirmala sitharaman, GST, Nirmala Sitharaman

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन