Home /News /national-international /

Nirmala Sitharaman in HTLS: નાણાં મંત્રીએ કહ્યું-આપણી અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં છે, GDPના આંકડા પ્રોત્સાહક

Nirmala Sitharaman in HTLS: નાણાં મંત્રીએ કહ્યું-આપણી અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં છે, GDPના આંકડા પ્રોત્સાહક

નિર્મલા સીતારમણ ફાઈલ તસવીર

Union Finance Minister Nirmala Sitharaman At HTLS: નાણાંમંત્રી(Finance Minister Nirmala Sitharaman)એ કહ્યું કે કોવિડ-19 (covid-19) સંકટની અર્થતંત્ર (Economy) પર ઊંડી અસર પડી હતી પરંતુ અમે આ અસરોને દૂર કરવામાં સફળ રહ્યા છીએ. હવે આપણે વિકાસના સ્થિર માર્ગ પર છીએ.

વધુ જુઓ ...
નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારામન (Union Finance Minister Nirmala Sitharaman)એ CNN-News18ની ભાગીદારીમાં એચટી લીડરશીપ સમિટમાં આજે કહ્યું કે કોવિડ-19 વિશ્વ માટે એક મોટું સંકટ રહ્યું છે, પરંતુ મહામારી (Corona Pandemic)એ અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને સંગઠિત કરવાની તક પૂરી પાડી છે. તેમણે એચટી લીડરશીપ સમિટમાં નાના વ્યવસાયિક મુદ્દાઓ વિશે વાત કરી રહી હતી.

દેશના જીડીપી (GDP Growth) વિશે વાત કરતાં નાણાંમંત્રીએ કહ્યું હતું કે, એવી અપેક્ષા છે કે ગયા વર્ષના મતે આ વર્ષના જીડીપી નંબર પ્રોત્સાહક રહેશે. તેમણે કહ્યું કે આ વખતે જીડીપી પ્રોત્સાહક રહેશે અને અમે હજી પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનીશું. એચટીએલએસ પ્લેટફોર્મ પર કેટલાક ડેટા પણ બતાવવામાં આવ્યા હતા જેમાં ખુલાસો થયો હતો કે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રણ મહિનામાં ભારતનો જીડીપી 8.4 ટકા વધ્યો છે.

તેમણે કહ્યું કે આ વિકાસ એ ભારતીયો દ્વારા બતાવવામાં આવેલા દ્રઢ નિશ્ચય અને તપની વાર્તા છે, તેના માટે તમારો આભાર. આ ત્યારે જ શક્ય બન્યું છે કે આપણે તેમાં સુધારો કરવાનું ચાલુ રાખ્યું અને હવે તેનું પરિણામ દેખાય છે.

આ પણ વાંચો: Amit Shah in HTLS: 2014 પહેલા દરેક મંત્રી પોતાને પીએમ માનતા હતા – HTLSમાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

ભારતીય અર્થતંત્ર પર મહામારીની અસર અંગે તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 કટોકટીની અર્થતંત્ર પર ઊંડી અસર પડી હતી પરંતુ અમે આ અસરોને દૂર કરવામાં સફળ રહ્યા છીએ. હવે આપણે વિકાસના સ્થિર માર્ગ પર છીએ. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, લગભગ 40માંથી 22 ક્ષેત્રોમાં અર્થતંત્રના સારા સંકેતો છે અને આ 22 માંથી 19 ક્ષેત્રોએ ફરી એકવાર તેમના મહામારી અગાઉની સ્થિતિ હાંસલ કરી છે.

આ પણ વાંચો: Omicron Variant : UK થી આવેલ 1 પ્રવાસીનો Report Positive આવતા દાખલ કરાયો

તેમણે કહ્યું કે કેન્દ્રની આવક સંગ્રહમાં પણ સુધારો થયો છે. અમે રાજ્યોમાં પૈસા પાછા મોકલવાનું પણ શરૂ કર્યું છે. હવે અમને શંકા નથી કે રાજ્યો પાસે મહામારીનો સામનો કરવા અને અર્થતંત્રને સુધારવા માટે કોઈ પણ પ્રકારના સંસાધનોની તકલીફ હશે.

આ પણ વાંચો: Omicronનું High Risk : વિદેશથી આવતા પ્રવાસીઓનું સઘન Checking

ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના અંગે નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, આ કેન્દ્ર સરકારની ખૂબ જ સફળ યોજના છે અને એમએસએમઇની જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર દ્વારા આ યોજના તૈયાર કરવામાં આવી હતી.
Published by:Riya Upadhay
First published:

Tags: Finance minister nirmala sitharaman, GDP growth, Indian economy, દેશ વિદેશ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन