સેનાના હેલિકોપ્ટર કોવિડ-19 દર્દીઓની સારવાર કરી રહેલી હોસ્પિટલો પર ફૂલ વર્ષાવશે

News18 Gujarati
Updated: May 2, 2020, 9:31 PM IST
સેનાના હેલિકોપ્ટર કોવિડ-19 દર્દીઓની સારવાર કરી રહેલી હોસ્પિટલો પર ફૂલ વર્ષાવશે
ભારતીય સેના કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડૉક્ટરોનો ઉત્સાહ વધારવા માટે એક ખાસ પગલું ભરશે

ભારતીય સેના કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડૉક્ટરોનો ઉત્સાહ વધારવા માટે એક ખાસ પગલું ભરશે

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારીની વચ્ચે ભારતીય સેના (Indian Army) દ્વારા કોરોના વાયરસ (Corona virus)ની સારવાર કરી રહેલા ડૉક્ટરોનો ઉત્સાહ વધારવા માટે એક ખાસ પગલું ભરશે. ભારતીય સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદે (Colonel Aman Anand) જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના અને ઈન્ડિયન નેવીના હેલિકોપ્ટર કોરોનાની સારવાર કરી રહેલી હોસ્પિટલો પર ઉપરથી પસાર થશે ને કોરોના વૉરિયર્સ પર ફૂલનો વરસાદ કરશે.

આખો દેશ બનશે ફ્લાઈપાસ્ટનો સાક્ષી

તેમણે કહ્યું કે, આખો દેશ રવિવારે કેટલાક સ્થાનો પર ભારતીય વાયુસેનાના લડાકુ અને પરિવહન વિમાનો દ્વારા કરવામાં આવનાર ફ્લાઈપાસ્ટ (flypasts)નો સાક્ષી બનશે. આ વિમાન શ્રીનગરથી તિરુવનંતપુરમ અને ડિબ્રૂગઢથી કચ્છ સુધી કવર કરશે.

આ પણ વાંચો - દેશમાં કોરોનાનો આંકડો 38 હજારની નજીક, 10 હજારથી વધુ સાજા થયા, અત્યાર સુધીમાં 1223ના મોત

કોરોના વૉરિયર્સને ધન્યવાદ આપવા માંગે છે સેના

આ પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ત્રણે સેનાઓના પ્રમુખોની સાથે પ્રેસ કૉન્ફરન્સ કરતા કહ્યું હતું કે સશસ્ત્ર બળો તરફથી અમે બધા #COVID19 વૉરિયર્સને ધન્યવાદ આપવા માંગીએ છીએ. ડૉક્ટરો, નર્સો, સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ, હોમગાર્ડ, ડિલીવરી બોય અને મીડિયા, જે મુશ્કેલ સમયમાં આગળ વધવા માટે સરકારના સંદેશને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. બિપિન રાવતના મતે પોલીસ સ્મારક ઉપર પણ સેના તેમના સમર્થનમાં ત્રણ મે ના રોજ પરેડ કરશે.

મહામારી સામે લડવા માટે બધા સાથે છીએ

કોરોના વૉરિયર્સનો ઉત્સાહ વધારવા માટે ભારતીય વાયુસેના તરફથી કહેવામાં આવ્યુ છે કે મહામારી સામે લડવા માટે આખો દેશ એક સાથે ઉભો છે અને સંકટમાંથી જલ્દી બહાર આવવાની ક્ષમતા પ્રદર્શિત કરી છે. ભારતીય વાયુસેના કોરોના યોદ્ધાઓ પ્રત્યે આભાર પ્રદર્શિત કરવા માટે ત્રણ મે ના રોજ દેશભરમાં ફ્લાઈપાસ્ટ કરશે.
First published: May 2, 2020, 9:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading