રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણની વચ્ચે અશોક ગહલોત બુધવારે કરાવી શકે છે શક્તિ પરીક્ષણઃ સૂત્ર

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણની વચ્ચે અશોક ગહલોત બુધવારે કરાવી શકે છે શક્તિ પરીક્ષણઃ સૂત્ર
અશોક ગહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથેની મુલાકાત દરમિયાન 103 ધારાસભ્યોના સમર્થનનો દાવો રજૂ કર્યો છે

અશોક ગહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથેની મુલાકાત દરમિયાન 103 ધારાસભ્યોના સમર્થનનો દાવો રજૂ કર્યો છે

 • Share this:
  ભવાની સિંહ, જયપુરઃ રાજસ્થાન (Rajasthan)માં થોડાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે અહેવાલ આવી રહ્યા છે કે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહલોત બહુમત સાબિત કરવા માટે બુધવારે વિધાનસભા સત્ર બોલાવી શકે છે. સૂત્રો મુજબ, અશોક ગહલોત (Ashok Gehlot)એ શનિવારે સાંજે રાજ્યપાલ કલરાજ મિશ્ર (Kalraj Mishra) સાથેની મુલાકાત દરમિયાન 103 ધારાસભ્યોના સમર્થનનો દાવો રજૂ કર્યો છે. જોકે, રાજભવન તરફથી તેને શિષ્ટાચાર મુલાકાત કહેવામાં આવી રહી છે. પરંતુ હકીકતમાં રાજ્યમાં રાજકીય ઉથલપાથલની વચ્ચે આ મુલાકાતને અગત્યની માનવામાં આવી રહી છે.

  સૂત્રો મુજબ, મુખ્યમંત્રી અશોક ગહલોતે રાજ્યની હાલના રાજકીય ઘટનાક્રમની જાણકારીથી રાજ્યપાલ કલરાજ મિશ્રને માહિતગાર કર્યા અને સાથોસાથ બુધવારે વિધાનસભા સત્ર બોલાવવાની ઈચ્છા વ્યક્ત કરી. સૂત્રો મુજબ, બુધવારથી શોર્ટ ટર્મ પર સત્ર બોલાવી શકાય છે, જ્યાં અશોક ગહલોત ગૃહમાં બહુમત સિદ્ધ કરી શકે છે. અશોક ગહલોતે જે 103 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે તેમાં કૉંગ્રેસના 88, બીટીપીના 2, સીપીએમના 2, આરએલડીના 1 અને 1 અપક્ષ ધારાસભ્ય સામેલ છે.  આ પણ વાંચો, 14 વર્ષની સગીરા બની માતા, દુષ્કર્મના આરોપી 84 વર્ષીય વૃદ્ધનો થશે DNA ટેસ્ટ, સુપ્રીમ કોર્ટનો આદેશ

  માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરીને મુખ્યમંત્રી અશોક ગહલોત પોતાની સરકાર પર ઘેરાયેલા સંકટના વાદળોને હટાવવા માંગે છે. તેની સાથે વ તે 19 બળવાખોર ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાનો પણ રસ્તો સાફ થશે. આ ધારાસભ્યો વિરુદ્ધ કૉંગ્રેસના મુખ્ય સચેતક (વ્હિપ) મહેશ જોશીની ફરિયાદ બાદ વિધાનસભાના સ્પીકર સીપી જોશીએ અયોગ્યતા નોટિસ જાહેર કરી છે.

  આ પણ વાંચો, Amazon પર ઓનલાઇન ગાંજો વેચી રહ્યો હતો BCom સ્ટુડન્ટ, પોલીસે આવી રીતે ઝડપ્યો

  નોંધનીય છે કે, આ બળવાખોર ધારાસભ્યોના સભ્યપદ પર રાજસ્થાન હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી થવાની છે. આ પહેલા હાઈકોર્ટે સ્પીકરના બળવાખોર પર નિર્ણય પર મંગળવાર સુધી રોક લગાવી દીધી હતી.
  Published by:Mrunal Bhojak
  First published:July 19, 2020, 10:28 am

  ટૉપ ન્યૂઝ