Home /News /national-international /

આસામ-મેઘાલયમાં પૂરથી હાહાકાર, 19ના મોત અને 19 લાખ લોકો અસરગ્રસ્ત

આસામ-મેઘાલયમાં પૂરથી હાહાકાર, 19ના મોત અને 19 લાખ લોકો અસરગ્રસ્ત

આસામમાં બારેમેઘ ખાંઘા

India Rain : રાજસ્થાન અનેક જિલ્લામાં પણ બદલાયો મોસમનો મિજાજ. ઝૂંઝૂનું જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ, તો મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.  નદી-નાળા છલકાઈ ગયા છે. કેટલીક જગ્યાએ તો વાહનો પાણીમાં તણાયા છે

    અમદાવાદ : આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરથી હાહાકાર મચ્યો છે. અસમના 28 જિલ્લાઓમાં 19 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.. છેલ્લા બે દિવસમાં પૂર અને ભૂસ્ખલનને કારણે આસામમાં 12 અને મેઘાલયમાં 19 લોકોના મોત થયા છે. લગભગ એક લાખથી વધુ લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. આસામના લગભગ 3,000 ગામો પૂરથી અસરગ્રસ્ત થયા છે. 43 હજારથી વધુ ખેતરોનો પાક નાશ પામ્યો છે.

    ઘણા વિસ્તારોમાં બ્રહ્મપુત્રા, ગૌરાંગા, કોપિલી, માનસ અને પગલાડિયા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. હજુ પણ અનેક લોકોનું સ્થળાંતર જારી છે. આસામના સોનીતપુર જિલ્લામાં વરસાદના કારણે કેટલાક બ્રિજ પાણીમાં તણાઈ ગયા હતા, અનેક ઘરો જળમગ્ન થતા લોકો પોતાનું ઘર છોડી સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. તો પૂર બાદ ચારેકોર વિનાશના દ્રશ્યો નજરે પડી રહ્યા છે.

    આ બાજુ, રાજસ્થાનના અનેક જિલ્લામાં પણ બદલાયો મોસમનો મિજાજ. ઝૂંઝૂનું જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ. લગભગ અડધો કલાક વરસેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તો રોડ-રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકીનો કરવો પડ્યો સામનો. અનેક જગ્યાએ વિજપોલ તૂટ્યા હોવાની પણ ઘટના બની હતી, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો, જો કે વરસાદે દસ્તક દેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, અને વાવણી પણ શરૂ કરી દીધી છે.

    આ પણ વાંચોRain Forecast : રાજ્યમાં આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જુઓ ક્યારે ક્યાં થશે મેઘો મહેરબાન

    તો મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.  નદી-નાળા છલકાઈ ગયા છે. કેટલીક જગ્યાએ તો વાહનો પાણીમાં તણાયા છે, તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Flood, Floods, Rain news

    આગામી સમાચાર