બિહાર અને આસામમાં પૂરનો કહેર, અત્યાર સુધી 139 લોકોનાં મોત

News18 Gujarati
Updated: July 20, 2019, 7:32 AM IST
બિહાર અને આસામમાં પૂરનો કહેર, અત્યાર સુધી 139 લોકોનાં મોત
બંને રાજ્યોમાં બચાવ અને રાહત કાર્યની સાથોસાથ સમીક્ષાઓ અને બેઠકો ચાલી રહી છે

બંને રાજ્યોમાં બચાવ અને રાહત કાર્યની સાથોસાથ સમીક્ષાઓ અને બેઠકો ચાલી રહી છે

  • Share this:
આસામ અને બિહારમાં પૂરનો કહેર ચાલુ છે. અત્યાર સુધી 139 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. બીજી તરફ બંને રાજ્યોમાં બચાવ અને રાહત કાર્યની સાથોસાથ સમીક્ષાઓ અને બેઠકો ચાલી રહી છે. આસામની વાત કરીએ તો અહીં પૂરની સ્થિતિ શુક્રવારે ગંભીર થઈ ગઈ. અહીં શુક્રવારે વધુ 11 લોકોનાં મોત થયા છે, જ્યારે 33 જિલ્લામાંથી 27માં 48.87 લાખ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધી અહીં 47 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

અધિકારીઓએ કહ્યું કે, કુલ 1.79 લાખ હેક્ટર કૃષિ ભૂમિ જળમગ્ન થઈ અને લગભગ 90 ટકા ગેંડાના નિવાસ સ્થાન- કાજીરંગા નેશનલ પાર્ક અને પોબિતોરા વન્યજીવ અભ્યારણ્યમાં પાણી ભરાઈ ગયું છે.

આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એએસડીએમએ)એ કહ્યું કે, 11 મોતમાંથી પાંચ ધુબરી જિલ્લાથી અને ત્રણ બારપેટા અને મોરીગાંવમાં થઈ. પોતાના બુલેટિનમાં ASDMAએ કહ્યું કે, 3,705 ગામોના 48,87,443 લોકો પૂરથી પ્રભાવિત છે. શિવસાગર અને ઉદલગુરીમાં જ્યાં પૂરના પાણી ઓછા થયા છે, ત્યાં વિસ્થાપિત લોકો ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચો, 15 ઓગસ્ટના ભાષણ માટે પીએમ મોદીએ માંગ્યા સૂચનો

બીજી તરફ બિહારમાં શુક્રવારે વધુ 14 લોકોનાં મોત થયા છે. તેની સાથે જ અહીં મરનારાઓની સંખ્યા 92એ પહોંચી ગઈ છે. રાજ્યના 12 જિલ્લામાં લગભગ 67 લાખ લોકો પ્રભાવિત છે.

મુખ્યમંત્રી નીતીશ કુમારે એક અભિયાન ચલાવ્યું, જે હેઠળ 181 કરોડ રૂપિયા પ્રત્યક્ષ રોકડ હસ્તાંતરણના માધ્યમથી પ્રભાવિત લોકોની વચ્ચે વિતરણ કરવામાં આવ્યા અને પ્રત્યેક પૂર પીડિત પરિવારને 6,000 રૂપિયા મળ્યા.આ પણ વાંચો, પાકિસ્તાનને ઝટકો, ભારત-ચીનની સેનાઓ સંયુક્ત અભ્યાસ કરશે
First published: July 20, 2019
વધુ વાંચો
अगली ख़बर