પૂરગ્રસ્ત ગામને  જે કપંની 10 કરોડની સહાય આપશે તે ગામનું  નામે બદલાશે 

News18 Gujarati
Updated: August 15, 2019, 3:41 PM IST
પૂરગ્રસ્ત ગામને  જે કપંની 10 કરોડની સહાય આપશે તે ગામનું  નામે બદલાશે 
કર્ણાટકમાં પૂરે તબાહી મચાવી છે

કર્ણાટકમાં ભારે વરસાદને કારણે 22 જિલ્લાઓમાં 103 તાલુકાઓમાં નુકશાન થયું છે. 6.97 લાખ લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી ખસેડીને રાહત કેમ્પોમાં રાખવમાં આવ્યા છે.

  • Share this:
કર્ણાટકનાં અનેક ગામડાઓમાં પૂરનાં પાણીએ પ્રકોપ વર્તાવ્યો છે અને અનેક લોકોએ ઘર ગુમાવ્યાં. તેમનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ સમયે કંપનીઓ પૂર પીડિત ગામોની વહારે આવે અને આ ગામો દત્તક લે એ માટે સરકારે એ નવી યોજના બહાર પાડી છે.

સરકારની આ યોજના મુજબ, જો કોઇ કંપની દસ કરોડ રૂપિયાથી વધુની રકમનું દાન આપે તો ગામનું નામ બદલીને એ કંપનીનું નામ રખાશે. સરકારે જણાવ્યું કે, પૂરગ્રસ્ત ગામડાઓ કંપનીઓ દત્તક લે તે માટે આ યોજના લાવવામાં આવી છે.

કર્ણાટકનાં મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓની એ બેઠકમાં આ જાહેરાત કરી હતી.

તેમણે ઉદ્યોગપતિઓને માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં 22 જિલ્લાઓમાં 200 ગામડાઓને દત્તક લેવાની જરૂરિયાત છે. કારણ કે, આ ગામો સૌથી વધાર અસરગ્રસ્ત છે.

ઉદ્યોગપતિઓએ મુખ્યમંત્રીને રાહત કાર્યમાં સહકાર આપવા માટે હકારાત્મક જવાબ આપ્યો હતો.

કર્ણાટકમાં ભારે વરસાદને કારણે 22 જિલ્લાઓમાં 103 તાલુકાઓમાં નુકશાન થયું છે. 6.97 લાખ લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી ખસેડીને રાહત કેમ્પોમાં રાખવમાં આવ્યા છે. 56,000 ઘરો પડી ગયા અને રહેવા લાયક રહ્યાં નથી.
First published: August 15, 2019, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading