Home /News /national-international /Flipkartનો ડિલીવરી બોય 4 લાખનો સામાન લઈને ફરાર થયો, બેંગલુરુ પોલીસ શોધવા નિકળી

Flipkartનો ડિલીવરી બોય 4 લાખનો સામાન લઈને ફરાર થયો, બેંગલુરુ પોલીસ શોધવા નિકળી

ફ્લિપકાર્ટનો ડિલીવરી બોય ગ્રાહકોનો સામાન લઈને ગુમ થયો (ફાઈલ ફોટો)

ડિલીવરી બોય જે વસ્તુઓ સાથે ફરાર થયો છે, તેની કિંમત 4 લાખ રૂપિયા છે. તેમાં આઈફોન, લેપટોપ અને એન્ડ્રોઈડ ફોન સામેલ છે. ફર્મ જોઈન કરતી વખતે શંકાસ્પદ શખ્સ બેંગલુરુનો હોવાનો દાવો કર્યો હતો.

    બેંગલુરુ: બેંગલુરુ પોલીસ ફોન, લેપટોપ અને કાંડા ઘડિયાળ સહિત 61 ગેજેટ્સ સાથે ફરાર થયેલા ડિલીવરી એક્ઝીક્યૂટિવની શોધ કરી રહી છે. જેને તે ફ્લિપકાર્ટ તરફથી ગ્રાહકોના એડ્રેસ પર ડિલીવરી કરવાનો હતો. તે હાલમાં જ એક લોજિસ્ટિક્સ કંપનીમાં જોડાયો હતો. જે ઈ કોમર્સ ફર્મ માટે ડિલીવરી બોય આપે છે. ડિલીવરી એક્ઝીક્યૂટિવ જે વસ્તુઓ સાથે ફરાર થયો છે, તેની કિંમત લગભગ 4 લાખ રૂપિયા છે. તેમાં આઈફોન, લેપટોપ અને એન્ડ્રોઈડ ફોન જોડાયેલ છે. ફર્મ જોઈ કરતી વખતે શંકાસ્પદ શેખ બબજને ખુદને પૂર્વ બેંગલુરુનો રહેવાસી હોવાનો દાવો કર્યો હતો. ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે જોડાયેલ લોજિસ્ટિક્સ કંપનીના ઓપરેશનલ મેનેજર અભિલાષે આ સંબંધમાં ડીજે હલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

    આ પણ વાંચો: કર્ણાટકની ઐતિહાસિક મસ્જિદમાં ભીડે ઘુસીને કરી પૂજા, જય શ્રી રામના નારા પણ લગાવ્યા, 9 સામે ફરિયાદ નોંધાઈ

    ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટ અનુસાર, અભિલાષે પોલીસને જણાવ્યું હતું કે, તેમની ફર્મે ડિલીવરી બોયના પદ માટે ઓનલાઈન જાહેરાત આપી હતી, જેને જોઈને બબજન નેગતે 24 સપ્ટેમ્બરે સંપર્ક કર્યો હતો. કંપનીના નિર્દેશ અનુસાર, તેણે પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ, એક કેન્સલ ચેકની કોપી ઉપરાંત ફોટો આપ્યા હતા. આ દસ્તાવેજની તપાસ બાદ કંપનીએ તેના પર કામ શરુ કર્યું છે. બબજને 25 સપ્ટેમ્બરથી કામ કરી રહી છે. તેની ડ્યૂટી કનક નગરમાં ફ્લિપકાર્ટની લોજિસ્ટિક્સ યૂનિટ સાથે લાગી હતી. તે દિવસે તેણે 6 ઓર્ડર ડિલીવર કર્યા અને ગ્રાહકો પાસેથી મળેલા રૂપિયા કંપનીને આપી દીધા હતા.


    બીજા દિવસે સવારે બબજને ફ્લિપકાર્ટ લોજિસ્ટિક્સ યૂનિટથી ડિલીવરી માટે લગભગ 61 જેટલી વસ્તુઓ આપવામાં આવી. પણ તેમાંથી એકેય સામાનની ડિલીવરી થઈ નહીં. કંપનીએ તેનો સંપર્ક કરવાની કોશિશ કરી, પણ તેનો ફોન સ્વિચ્ડ ઓફ બતાવી રહ્યો હતો. બબજનના કહેવા પર તેને ગંગાનગર અને આજૂબાજૂના વિસ્તારમાં સામાન પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યુ છે કે, અમે આઈપીસીની કલમ 406 અને 420 અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે. આરોપીને પકડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. પોલીસને શંકા છે કે, નોકરી સમયે અપ્લાઈ કરતી વખતે તેણે નકલી દસ્તાવેજો આપેલા છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन