Home /News /national-international /અયોધ્યામાં રામલલાના દર્શન કરવા બનશે વધુ સરળ, આવતા વર્ષથી કાર્યરત થશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

અયોધ્યામાં રામલલાના દર્શન કરવા બનશે વધુ સરળ, આવતા વર્ષથી કાર્યરત થશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

અયોધ્યા આંતરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આગામી વર્ષ સુધીમાં શરૂ થઈ જશે ઉડ્ડયનની સેવા

અયોધ્યા આંતરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આગામી વર્ષ સુધીમાં શરૂ થઈ જશે ઉડ્ડયનની સેવા

નવી દિલ્હી. અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)નું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે 44 દિવસના રામમંદિર નિધિ સમર્પણ કાર્યક્રમ દ્વારા મોટું ભંડોળ પણ એકત્રિત કરાયું છે. બીજી તરફ અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (Ayodhya International Airport)ની કામગીરી પણ શરુ કરી દેવાઈ છે. આ અંગે ANIએ ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) રાજ્ય સરકારના એક અધિકારીના હવાલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ એરપોર્ટની કામગીરી શરુ કરી દેવાઈ છે. જેથી આગામી વર્ષ સુધીમાં ઉડ્ડયન સેવા પણ ચાલુ થઇ જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, દેશની સર્વોચ્ચ અદાલતના તત્કાલીન જજ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે રામલલ્લાના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પીએમ મોદીએ ફેબ્રુઆરી 2020માં રામમંદિરના નિર્માણની દેખરેખ માટે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રની જાહેરાત કરી હતી. જે બાદ 5 ઓગસ્ટ, 2020ના રોજ પીએમ મોદીએ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું.

આગામી નાણાંકીય વર્ષ 2020-21માં એરપોર્ટ માટે કેન્દ્ર સરકારે 100 મિલિયન રૂપિયાની જોગવાઈ કરી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે 250 કરોડ રૂપિયા આપ્યા છે. તેમજ રાજ્ય સરકારે અયોધ્યામાં એરપોર્ટ બનાવવા માટે 1000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલું જ નહીં રાજ્ય સરકારે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ માટે અયોધ્યામાં 555.66 એકર જમીન ખરીદવા માટે કુલ 1001 કરોડ 77 લાખ રૂપિયાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો, SBI આજથી સસ્તામાં વેચી રહી છે ઘર, ગાડી અને જમીન, જાણો કેવી રીતે ખરીદી શકાય

એરપોર્ટના વિકાસ માટે અત્યારસુધીમાં 377 એકર જમીન એરપોર્ટ ઓથોરિટીને ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબર, 2018ના રોજ ભારત સરકારની ક્ષેત્રીય કનેક્ટિવિટી યોજના અંતર્ગત અયોધ્યા-હિંડન હવાઈ માર્ગ માટે અયોધ્યા હવાઈ પટ્ટીનું ચયન કર્યું છે.

6 નવેમ્બર 2018ના રોજ યોગી આદિત્યનાથે A 320 અને B 737 જેવા મોટા વિમાનો માટે રનવે અને ટર્મિનલ ભવનના નિર્માણ માટે અયોધ્યામાં હવાઈ પટ્ટીના નિર્માણની જાહેરાત કરી હતી. જે બાદ સીએમ યોગીએ પૂર્વ જાહેરાતને સંશોધિત કરતા કોડ-ઈ B777-300 પ્રકારના વિમાનો માટે એરપોર્ટનો વિકાસ કરવા નિર્દેશ આપ્યા.
" isDesktop="true" id="1077291" >

આ પણ વાંચો, નીતા અંબાણીનું એલાન- રિલાયન્સના તમામ કર્મચારી અને તેમના પરિવારોને ફ્રીમાં અપાશે કોરોના વેક્સીન

ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરી 2014ના રોજ અયોધ્યામાં સેવાઓનું સંચાલન કરવા માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરોટી ઓફ ઇન્ડિયા વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. એ દરમિયાન કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર અને રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી. એ સમયે હવાઈ પટ્ટીનું ક્ષેત્રફળ 177 એકર હતું. જોકે, આ પરિયોજના અનિયંત્રિત રહી હતી.
First published:

Tags: International Airport, Ram temple, Yogi adityanath, અયોધ્યા, ઉત્તર પ્રદેશ, ફ્લાઇટ, રામ મંદિર