ભિખારીના મોત બાદ ઘરેથી મળી 8.77 લાખની FD અને રોકડા દોઢ લાખ રૂપિયા

પોલીસને સિક્કા ગણતાં 8 કલાકનો સમય લાગ્યો, સાથી ભિખારીઓના પૈસા જોઈને હોશ ઊડી ગયા

News18 Gujarati
Updated: October 7, 2019, 4:01 PM IST
ભિખારીના મોત બાદ ઘરેથી મળી 8.77 લાખની FD અને રોકડા દોઢ લાખ રૂપિયા
સિક્કાઓની ગણતરીમાં 8 કલાક લાગ્યા
News18 Gujarati
Updated: October 7, 2019, 4:01 PM IST
મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈ માં ગોવંડી રેલવે સ્ટેશનની પાસે એક ભિખારીનું ટ્રેન નીચે કપાઈ જતાં મોત થયું. રેલવે પોલીસની તપાસમાં ભિખારીની ઓળખ બિરભીચંદ આઝાદ તરીકે થઈ, જેની ઉંમર 82 વર્ષ હતી. રેલવે પોલીસે જ્યારે ભિખારીના પરિજનોની શોધમાં તેના ઘરે પહોંચી તો તેમના હોશ ઊડી ગયા. પોલીસને ભિખારીના ઘરમાં 1.5 લાખ રૂપિયાના સિક્કા અને 8.77 લાખની ફિક્સ્ડ ડિપૉઝિટના પેપર મળ્યા.

પોલીસને તે સમયે આશ્ચર્ય થયું જ્યારે તેઓને જાણવા મળ્યું કે, ભિખારી પાસે PAN કાર્ડ, આધાર કાર્ડ અને સીનિયર સિટિઝન કાર્ડ પણ હતું. પોલીસને તેના ઘરમાં રાખવામાં આવેલા સિક્કાઓને ગણવામાં લગભગ 8 કલાકનો સમય લાગ્યો. આ સિક્કાઓ બોરીઓમાં ભરેલા હતા. પોલીસને બુરભીચંદના ઘરમાં રાખવામાં આવેલા પૈસા અને પેપર્સનો હિસાબ કરવામાં આખી રાત લાગી.

રાજસ્થાનનો રહેવાસી હતો આઝાદ
Loading...

બુરભીચંદના વિશે પોલીસે જ્યારે આસપાસના લોકો પાસેથી જાણકારી મેળવી તો તેમને જાણવા મળ્યું કે, તે પોતાને રાજસ્થાની કહેતો હતો અને મુંબઈ લોકલમાં ભીખ માંગવાનું કામ કરતો હતો. પોલીસે જણાવ્યું કે, ઘણા સમય પહેલા બિરભીચંદની સાથે તેનો પરિવાર પણ રહેતો હતો. પરંતુ બાદમાં બધા પરત રાજસ્થાન ચાલ્યા ગયા. મુંબઈની પોલીસે આ વિશે રાજસ્થાન પોલીસને જાણકારી આપી છે. બિરભીચંદના સાથી ભિખારીઓને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે આટલો પૈસાવાળો હતો.

આ પણ વાંચો,

ઑસ્ટ્રેલિયાના Zooમાં દુર્લભ નારંગી લંગૂરનો જન્મ થયો
Dussehra 2019: અહીં થાય છે લંકેશની પૂજા, રાવણ દહન છે મહાપાપ
First published: October 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...