50 રૂપિયાની લાલચ આપીને પાંચ વર્ષની માસૂમ પર દુષ્કર્મ, નરાધમની ધરપકડ

50 રૂપિયાની લાલચ આપીને પાંચ વર્ષની માસૂમ પર દુષ્કર્મ, નરાધમની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર

Kanpur rape case: બાળકીની બહેને બૂમાબૂમ કરતા આસપાસના ખેતરમાં કામ કરતા લોકો દોડી આવ્યા અને નરાધામ ઝડપાઈ ગયો હતો.

 • Share this:
  કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)માં એક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકીના મેડિકલ પરીક્ષણ (Medical examination) અને પરિવારના નિવેદનને આધારે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. ઘાટમપુરના સીઓ રવિ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.

  50 રૂપિયાની લાલચ આપી  પ્રાપ્ત વિગત પ્રમાણે બાળકીને 50 રૂપિયા આપવાની લાલચ આપીને આરોપી ખેતરમાં લઈ ગયો હતો. અહીં તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી સાથે તેની બહેન પણ હતી. બાળકીની બહેને બૂમાબૂમ કરતા આસપાસના ખેતરમાં કામ કરી રહેલા લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ નરાધમને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે પરિવારના લોકો અને સ્થાનિક લોકોના નિવેદનના આધારે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે.

  આ પણ વાંચો: ભાવનગર: મહુવાના કસાણ ગામે દીપડાનો આતંક, હુમલામાં યુવતીનું મોત

  ગામમાં ગુસ્સાનો માહોલ

  એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ગામમાં રહેતા તેના કોઈ સંબંધીના ઘરે આવ્યો હતો. જેણે 50 રૂપિયાની લાલચ આપી હતી હતી અને બાળકીને ખેતરમાં લઈ ગયો હતો. બનાવ બાદ ગામ લોકોમાં ગુસ્સો છે. પીડિતાના પરિવાર અને ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આરોપીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે.

  આ પણ વાંચો: 21 વર્ષીય આર્યા બની દેશની સૌથી યુવા મેયર, થિરવનંતપુરમના મેયર તરીકે લેશે શપથ

  બાળકીની બહેને બૂમાબૂમ કરી

  પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવતા તેના પર બળાત્કારની પુષ્ટિ થઈ હતી. પરિવારના લોકોનું કહેવું છે કે બાળકી ટૉઇલેટ માટે ગઈ હતી. એક યુવક અહીં પહોંચ્યો હતો અને તેણીને રૂપિયા આપવાની લાલચ આપી હતી. આ દરમિયાન બાળકીની બહેન પણ તેની સાથે હતી, તેણીએ બૂમાબૂમ કરી હતી. જે બાદમાં ખેતરમાં કામ કરી રહેલા લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

  આ પણ વાંચો: સુરત: અંગતપળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પ્રેમિકા પાસે ચોરી કરાવનાર પ્રેમી ઝડપાયો

  પોક્સો એક્ટ હેઠળ ધરપકડ

  ઘાટમપુર સીઓ રવિ સિંહે જણાવ્યું કે પાંચ વર્ષની બાળકી પર બળાત્કારનો બનાવ સામે આવ્યો છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત કલમો લગાવવામાં આવી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:December 25, 2020, 17:41 pm

  ટૉપ ન્યૂઝ