Home /News /national-international /

LoCમાં ગોળીબાર, BSFના એક જવાન શહીદ, 5 વર્ષીય બાળાનું મૃત્યુ

LoCમાં ગોળીબાર, BSFના એક જવાન શહીદ, 5 વર્ષીય બાળાનું મૃત્યુ

    ન્યૂઝ18 ગુજરાતીઃજમ્મુ-કાશ્મીરના પુંછમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઇ રહ્યો છે. પાકિસ્તાની સેનાએ સોમવારે અહીંના કેટલાય ગામોને નિશાન બનાવીને મોર્ટારમારો કર્યો હતો. આ ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થઇ ગયો છે. આ સાથે 5 વર્ષની એક બાળકીનું પણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાક્રમમાં 10 લોકો ઘાયલ થયા છે

    પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતના 5થી 6 જવાનો ઘાયલ થયા છે. ભારતીય સેનાએ પણ વળતો પ્રહાર કરતા પાકિસ્તાનની બે પોસ્ટને તબાહ કરી દીધી છે. આ ઉપરાંત જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના બે સૈનિકોને પણ મોતને ઘાટ ઉતરડી દીધા હતા.

    અહીં ક્લિક કરી વાંચોઃ નિક જોનસને પ્રિયંકા સાથે છુટાછેડા લેવા કેટલાં મોંઘા પડી શકે?

    ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપુરા વિસ્તારમાં સોમવારે સવારથી જ સુરક્ષાદળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી 2 એકે રાઇફલ અને એક પિસ્ટલ કબ્જે લેવામાં આવી હતી

    જમ્મુ-કાશ્મીરના પુલવમામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા ઉપર થયેલા આંતકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે ભારે તણાવની પરિસ્થિતિ છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શાહિદ થઇ ગયા હતા. આ ઘટના પછી ભારતે પાકિસ્તાનના બાલકોટમાં આવેલા આતંકી સ્થળોએ હવાઈ હુમલાઓ કર્યા હતા. કહેવાય છે કે, આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Ceasefire, Injured, Violation

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन