ચીની સેનાએ અરુણાચલથી 5 લોકોનું કર્યું અપહરણ, કોંગ્રેસ MLAએ કર્યું ટ્વિટ

કોંગ્રેસ વિધાયક નિનોંગ ઇરિંગ

અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ વિધાયક નિનોંગ ઇરિંગે લખ્યું કે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ સુબાસિરી જિલ્લાના 5 લોકોનું અપહરણ કર્યું છે.

 • Share this:
  કોંગ્રેસ વિધાયક નિનોંગ ઇરિંગ (Congress MLA Ninong Erring)એ દાવો કર્યો છે કે તે ચીની સૈનિકોએ (PLA)એ અરુણાચલ પ્રદેશના 5 લોકોનું અપહરણ કર્યું છે. તેમણે આ ખુલાસો એક ટ્વિટના માધ્યમથી કર્યું છે. જો કે તેમના દાવાને હજી સુધી કોઇ પુષ્ટી કે વિસ્તુત જાણકારી નથી મળી શકી. તેમણે વડાપ્રધાન કાર્યાલય (PMO)ને ટેગ કરીને ચીનને બરાબરનો જવાબ આપવાની માંગ કરી છે.

  ઉલ્લેખનીય છે કે ગત ચાર મહિનાથી ભારત અને ચીન વચ્ચેની સીમા પર તણાવ સતત વધ્યો છે. અને હાલ પણ બંને દેશો વચ્ચે હિંસક ઝડપ થઇ ચૂકી છે.
  અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ વિધાયક નિનોંગ ઇરિંગે લખ્યું કે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ સુબાસિરી જિલ્લાના 5 લોકોનું અપહરણ કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે હેરાન કરતી ખબર મળી છે. અમારા રાજ્ય અરુણાચલ પ્રદેશના સુબાસિરી જિલ્લાના પાંચ લોકોને કથિત રીતે ચીન સેના દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. કેટલાક મહિના પહેલા પણ આવી ઘટના બની હતી.ચાઇનીજ કમ્યુનિસ્ટ પાર્ટીને મુહંતોડ જવાબ આપવાની જરૂર છે.  નિનોંગે એક સ્થાનિક છાપા અરુણાચલ ટાઇમ્સની ખબર પર શેર કરી છે. જે મુજબ પાંચ લોકોના અપહરણ થવાની વાત કહેવામાં આવી છે. ટાગીન સમુદાયના આ લોકો છે. કહેવામાં આવે છે કે આ 5 લોકો જંગલમાં શિકાર કરવા ગયા હતા. જેમાં ગામવાળાનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું છે. જેમનું અપહરણ થયું છે તેમના નામ આ મુજબ છે ટોચ સિંગકમ, પ્રસાદ રિંગલિંગ, ડોંગટૂ ઇબિયા, તનુ બેકર અને નાર્ગુ ડિરી.

  વધુ વાંચો : Teachers' Day 2020: શું તમારા શિક્ષક તમારા રોલ મૉડલ છે? આ પાંચ ગુણ એક સારા શિક્ષકમાં હોવા જોઇએ

  જો કે આમાંથી બે લોકો ભાગવામાં સફળ રહ્યા. જો કે તેમના પરિવારજનોએ હજી સુધી આ ઘટના વિષે ના તો સેનાને ના જ પોલીસ કે પ્રશાસનને કોઇ જાણકારી આપી છે. ગામવાળાના કહેવા મુજબ શનિવારે તેની જાણકારી સેનાને આપવામાં આવશે.

  પરિવારના સદસ્યો અને સભ્યાએ સંબંધિત અધિકારીઓને આ ઘટના પર ગંભીરતાથી ધ્યાન આપીને તે 5 લોકોને પાછા લાવવા માટે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટરની સીમા છે જેની શરૂઆત ઉત્તર પૂર્વ અરુણાચલ પ્રદેશથી થાય છે.
  Published by:Chaitali Shukla
  First published: