દેશમાં ચોમાસા દરમિયાન કુદરતી આફતથી રોજ 5 લોકોનાં મોત !

News18 Gujarati
Updated: August 1, 2019, 7:37 PM IST
દેશમાં ચોમાસા દરમિયાન કુદરતી આફતથી રોજ 5 લોકોનાં મોત !
ફાઇલ તસવીર

લોકસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે 18 જુલાઇ, 2016થી 18 જુલાઇ 2019 વચ્ચે દેશમાં ભારે વરસાદની સાથે વાવાઝોડું, પૂર અને ભૂસ્ખલનના કારણે 6,585 લોકોનું મૃત્યુ થયું, એટલે કે દર વર્ષે અંદાજે 2,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો.

  • Share this:
દર વર્ષે ચોમાસા દરમિયાન થતા વરસાદથી લોકોને ગરમી અને ખેડૂતોના પાકને નવજીવન મળે છે, પરંતુ દેશના કેટલાક ભાગમાં આ તબાહીનું કારણ બને છે. દર વર્ષ બિહાર, આસામ, કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ પૂરનો સામનો કરે છે. તો હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે થતા ભૂસ્ખલન લોકોના મોતનું કારણ બને છે. લોકસભામાં 23 જુલાઇ 2019ના રોજ આપેલા જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે 18 જુલાઇ, 2016થી 18 જુલાઇ 2019 વચ્ચે દેશમાં ભારે વરસાદની સાથે વાવાઝોડું, પૂર અને ભૂસ્ખલનના કારણે 6,585 લોકોનું મૃત્યુ થયું એટલે કે દર વર્ષે અંદાજે 2,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો.

બિહાર અને આસામમાં દર વર્ષે કહેર

બિહાર અને આસામમાં આ વર્ષે વરસાદના કારણે અત્યારસુધી 170થી વધુ લોકોનાં મોત થઇ ચૂક્યા છે. આ વખતે પૂરના કારણે બંને રાજ્યના અંદાજે એક કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા. આસામના ગોલાઘાટ જિલ્લામાં કાજીરંગા નેશનલ પાર્કમાં 13 જુલાઇ, 2019થી અત્યારસુધી 15 ગેંડા સહિત 204 વન્ય જીવોનાં મોત થયા. દર વર્ષે વરસાદ બાદ આસામ અને બિહારમાં નદીઓ બેકાંઠે વહે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જાહેર કરેલી તસવીરોમાં દેખાઇ રહ્યું છે કે બ્રહ્મપુત્ર નદી કાંઠો તોડી બેકાબુ થઇ ગઇ. તેનું પાણી ભારત અને બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં ઘૂસી ગયું અનેક ખેતરો બરબાદ કર્યા.

અહીં ક્લિક કરી વાંચોઃ શું તમે નવસારીમાં આદીવાસીઓના ઢીંગલા મહોત્સવ વિશે જાણો છો ?

બિહાર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધઉ 970 લોકોનાં મોત થયા

દક્ષિણ રાજ્ય કેરળમાં 2018માં થયેલા ભારે વરસાદ બાદ સદીનું સૌથી મોટું પૂર આવ્યું. વર્ષ 2018-19માં માત્ર કેરળમાં 477 લોકોનાં મોત થયા, જે આ દરમિયાન સમગ્ર દેશમાં કુદરતી આપદાઓને કારણે થયેલા કુલ 2,045 મોતના 23 ટકા છે. છેલ્લા ત્રણ વર્ષમાં બિહારમાં 970, કેરળમાં 756, પશ્ચિમ બંગાળમાં 663, મહારાષ્ટ્રમાં 522 અને હિમાચલ પ્રદેશમાં 458 લોકોનાં મોત થયા. આ પાંચ રાજ્યમાં સમગ્ર દેશમાં પ્રાકૃતિક આફતને કારણે થયેલા કુલ મોતના 51 ટકા લોકોનું મોત થયું. સરકારી આંકડા પ્રમાણે આ દરમિયાન 39 લાખ ઘર તબાહ થઇ ગયા.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જાહેર કરેલી બ્રહ્મપુત્ર નદીની તસવીર


આ વર્ષે 1 એપ્રિલથી 18 જુલાઇ સુધી દેશમાં 496 લોકોનાં મોત

આ વર્ષે 1 એપ્રિલથી 18 જુલાઇ સુધી દેશમાં 496 લોકોનાં મોત થયા એટલે કે દરરજો અંદાજે 5 લોકોનું વરસાદને કારણે કુદરતી આફતને કારણે મોત થયું. આ દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધઉ 137 લોકોએ જીવ ગુમાવ્યો. તો બિહારમાં 78 લોકોનાં મોત થયા. જો છેલ્લા 64 વર્ષના આંકડા પર નજર કરીએ તો સમગ્ર દેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે 1,00,000થી વધુ લોકોનાં મોત થયા. કેન્દ્રીય જળ આયોગ તરફથી 19 માર્ચ, 2018એ રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે 1953થી 2017 વચ્ચે ભારે વરસાદ અને પૂરથી દેશમાં 1,07,487 લોકોનાં મોત થયા.

અહીં ક્લિક કરી વાંચોઃ વડોદરાઃ ચારે બાજુ પાણી જ પાણી, જુઓ આકાશી નજારો

રાજ્ય સરકારની નિષ્ફળતા

આયોગના રિપોર્ટ પ્રમાણે દેશમાં ઓછા સમયમાં વધુ વરસાદ અને ખરાબ જળ નિકાસી વ્યવસ્થાને કારણે વરસાદની સમસ્યા સર્જાય છે. આ સિવાય રાજ્ય સરકાર પણ પ્રભાવ પૂર નિયંત્રણ માળખું તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે. દેશની 4 કરોડ હેક્ટર ભુમિમાં ભારે વરસાદને કારણે પૂર આવવાની સૌથી વધુ આશંકા બને છે. ઇન્ડિયા સ્પેન્ડના રિપોર્ટ પ્રમાણે વર્ષ 1980થી 2010 વચ્ચે ત્રણ દાયકામાં ભારતે 431 પ્રાકૃતિક આફતનો સામનો કર્યો, જેમાં લાખો લોકો પ્રભાવિત થયા. હજારો લોકોનાં મોત થયા અને લાખો ઘર તબાહ થઇ ગયા.
First published: August 1, 2019, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading