મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ : NCPનાં 5 ધારાસભ્યોએ સવારે સરકાર બનાવડાવી, સાંજે પાર્ટીમાં પરત ફર્યાં!

News18 Gujarati
Updated: November 24, 2019, 10:06 AM IST
મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ : NCPનાં 5 ધારાસભ્યોએ સવારે સરકાર બનાવડાવી, સાંજે પાર્ટીમાં પરત ફર્યાં!
ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર (ફાઇલ તસવીર)

ધારાસભ્યોને કહેવા પ્રમાણે તેમણે અજિત પવારે રાજ ભવન બોલાવ્યા હતા, રાજભવન આવવા પાછળનું કારણ કોઈને ખબર ન હતી.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં બીજેપી (BJP)એ એનસીપી (NCP)ના અજિત પવાર (Ajit Pawar)ના સમર્થનથી સરકાર બનાવી લેતા પ્રદેશની રાજનીતિમાં 'ભૂકંપ' આવી ગયો છે. બીજી તરફ એનસીપીના વડા શરદ પવારે ભત્રીજા અજિત પવારને પાર્ટીમાંથી બહાર કરી દીધા છે. હવે જયંત પાટિલ (Jayant Patil)ને વિધાયકદળના નેતા પસંદ કરવામાં આવ્યા છે.

ખાસ વાત એ છે કે શનિવારે સાંજે એનસીપીના 50 ધારાસભ્યો શરદ પવાર સાથે જોવા મળ્યા હતા. જ્યારે એનસીપીના વધુ ત્રણ ધારાસભ્યો ગુમ થયા છે. આ વાતની જાણકારી જયંત પાટિલે આપી છે. તેમણે જણાવ્યું કે, અજિત પવાર સહિત સાત ધારાસભ્યો સાથે સંપર્ક નથી. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે 30મી નવેમ્બરના રોજ વિધાનસભામાં બહુમતિ સાબિત કરવી પડશે.

પાંચ ધારાસભ્યોએ સવારે સરકાર બનાવી સાંજે પાર્ટીમાં પરત આવ્યા

નાસિક જિલ્લાના એનસીપીના ધારાસભ્ય દિલીપ બંકર અને માણિકરાવ કોકાટેએ અલગ અલગ ટ્વિટ કરીને કહ્યું કે, શપથગ્રહણ સમારંભ અંગે તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા. પાંચ એનસીપીની ધારાસભ્ય (રાજેન્દ્ર સિંગળે, સંદીપ ક્ષીરસાગર, સુનીલ શેલ્કે, સીલ ભુસારા, નરહરિ જિરવાલ અને સુનિલ ટિંગરે)એ સવારે શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લીધા બાદ પરત પાર્ટીમાં આવી ગયા હતા. પર્લીથી એનસીપી ધારાસભ્ય ધનંજય મુંડે અંગે કહેવામાં આવ્યું કે તેઓ પણ રાજભવનમાં આયોજીત સમારંભમાં હાજર હતા. જોકે, શરદ પવાર તરફથી આયોજીત પાર્ટીની બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : બીજેપીના આ નેતા પહોંચતા જ મહારાષ્ટ્રમાં શરૂ થઈ હતી ડીલ, અજિત પવારની આ માંગ હતી- રિપોર્ટ

'અજિત દાદાના કહેવા પર હું રાજભવન પહોંચ્યો'એનસીપીના પ્રમુખ શરદ પવાર અને સુપ્રિયા સુલેને ટેગ કરીને કોકાટેએ એક ટ્વિટ કર્યું, "હું પાર્ટી વિરુદ્ધમાં નથી. અજિત દાદાના કહેવાથી હું રાજભવન પહોંચ્યો હતો. કારણ કે તેઓ પાર્ટી દળના નેતા છે. આ માટે મેં તેમના આદેશનું પાલન કર્યું હતું."

ધારાસભ્યોને રાજભવન આવવાનું કારણ ખબર ન હતી

સિન્નાર વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહેલા કોકાટેએ લખ્યું કે, "ત્યાં શું થવાનું હતું તેની જાણ મને ન હતી. હું પાર્ટી સાથે છું. મેં લીધેલા નિર્ણયોને હું ક્યારેય પણ નહીં બદલું." નિફાડના ધારાભ્ય બંકરે પણ કહ્યું કે, પાર્ટી પ્રમુખ શરદ પવારના નેતૃત્વમાં તેમનો પૂરો ભરોસો છે. બંકરે કહ્યુ કે, તેમને પણ અજિત પવાર તરફથી રાજભવન પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યાં શું થઈ રહ્યું છે તેની કોઈ જ જાણકારી આપવામાં આવી ન હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : NCPના વધુ એક ધારાસભ્ય નિતિન પવાર ગુમ, ફરિયાદ દાખલ

આ પહેલા શરદ પવાર સાથે મીડિયાને સંબોધન કરતા શિંગણેએ કહ્યું કે, "જ્યારે હું રાજભવન પહોંચ્યો ત્યારે મેં જોયું કે આઠથી દસ ધારાસભ્યો પહેલાથી જ અહીં હાજર છે. અમારામાંથી કોઈને પણ ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. શપથગ્રહણ સમારંભ પછી અમે શરદ પવાર સાહેબને મળવા ગયા હતા. અજિત પવારે અમને બોલાવ્યા હતા, અમને ખબર ન હોવાથી આવું થયું હતું."

શરદ પવારે કહાની જણાવી

શરદ પવારે આ પહેલા કહ્યુ હતું કે અજિત પવાર એનસીપીના વિધાનસભ્ય દળના નેતા હોવાથી તેમની પાસે 54 ધારાસભ્યોના હસ્તાક્ષર તેમજ નામ અને વિધાનસભા ક્ષેત્રની યાદી હતી. આ યાદી પાર્ટીના આંતરિક કામ માટે હતી. શરદ પવારે જણાવ્યું કે, "મને લાગે છે કે આ જ યાદી રાજ્યપાલને સમર્થનપત્ર તરીકે સોંપવામાં આવી હતી. જો આ સાચું છે તો રાજ્યપાલને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે."

નોંધનીય છે કે 288 બેઠક ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપે 105, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કૉંગ્રેસે 44 બેઠક પર જીત મેળવી છે. બહુમત માટે જરૂરી આંકડો 145 છે.
First published: November 24, 2019, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading