કર-નાટકઃ વધુ 5 બાગી MLA વિધાનસભા સ્પીકર વિરુદ્ધ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી કુમારને નિર્દેશ આપ્યો છે કે તેઓ 10 ધારાસભ્યની અયોગ્યતા અથવા રાજીનામા પર કોઇ નિર્ણય ન લે.

News18 Gujarati
Updated: July 13, 2019, 7:06 PM IST
કર-નાટકઃ વધુ 5 બાગી MLA વિધાનસભા સ્પીકર વિરુદ્ધ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી કુમારને નિર્દેશ આપ્યો છે કે તેઓ 10 ધારાસભ્યની અયોગ્યતા અથવા રાજીનામા પર કોઇ નિર્ણય ન લે.
News18 Gujarati
Updated: July 13, 2019, 7:06 PM IST
કર્ણાટકમાં સતત રાજનીતિ ગરમાવો વધી રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે શનિવારે કોંગ્રેસ-જનતા દળ સેક્યુલરના વધુ 4 ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ કુમાર વિરુદ્ધ પોતાનું રાજીનામું સ્વીકાર ન કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારા ધારાસભ્યોમાં આનંદ સિંહ, મુનિરત્ન, રોશન બેગ, એમટીબી નાગરાજ અને સુધાકરનો સમાવેશ થાય છે. તેઓએ 10 અન્ય બાગી ધારાસભ્યની અગાઉથી દાખલ કરેલી અરજી પર લંબિત અરજીમાં પ્રત્યારોપની માગ કરી છે. જેના પર મંગળવારે સુનાવણી કરવામાં આવશે.

અહીં ક્લિક કરી વાંચોઃ હવે અનરાધાર વરસાદ પડશે, અમેરિકા અને ભારતના વૈજ્ઞાનિકોનો કેમ કર્યો આ દાવો ?

સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી કુમારને નિર્દેશ આપ્યો છે કે તેઓ 10 ધારાસભ્યની અયોગ્યતા અથવા રાજીનામા પર કોઇ નિર્ણય ન લે. જેઓએ પહેલા 16 જુલાઇ સુધી કોર્ટમાં સંપર્ક કર્યો હતો. આ પાંચ ધારાસભ્યોની સાથે હવે સુપ્રીમ કોર્ટમાં કુલ ધારાસભ્યની સંખ્યા અત્યારસુધીમાં 15 થઇ ગઇ છે.

જો કે, શનિવારે નાગરાજે પાર્ટી નેતા ડી કે શિવકુમાર સાથે મુલાકાત બાદ પોતાના રાજીનામા પર ફરી વિચાર કરવાના સંકેત આપ્યા.
First published: July 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...