Home /News /national-international /

ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી ગાંજાની તસ્કરીમાં વધુ 5 લોકોની ધરપકડ

ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી ગાંજાની તસ્કરીમાં વધુ 5 લોકોની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ગાંજા સિવાય પેકિંગ મટેરિયલ જેવા કે કવર, ખોખા, બોક્સ, ટેપ, ઈલેક્ટ્રોનિક વજનકાંટો વગેરે જેવી સામગ્રી પણ ભાડાના મકાનમાંથી મળી આવી છે.

વિશાખાપટ્ટનમમાં પોલીસ દ્વારા ઈ-કોમર્સ સાઈટ એમેઝોન (e-commerce site Amazon) ના માધ્યમથી ગાંજાની કથિત તસ્કરી (smuggling) મામલે એક પિતા અને પુત્ર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી શહેરથી આ માદક પદાર્થો મધ્યપ્રદેશ મોકલતો હતો.

ધરપકડ કરવામાં આવેલા પાંચ આરોપીઓની ઓળખ શ્રીનિવાસ રાવ, જે કુમારસ્વામી, બી ક્રૃષ્ણમ રાજુ, વેંકેટેશ્વર રાવ અને મોહન રાજુ તરીકે કરવામાં આવી છે. શ્રીનિવાસ રાવ અને મોહન રાજુ પિતા પુત્ર છે અને આ તમામ આરોપીઓ વાઈઝેગના રહેવાસી છે.

જણાવી દઈએ કે મધ્યપ્રદેશની ભિંડ પોલિસ દ્વારા આ ઓનલાઈન ગાંજોના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત 3 આરોપી યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી 20 કિલોથી વધુનો સુકા ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સ્પેશ્યલ એન્ફોર્સમેન્ટ બ્યૂરોના જોઈન્ટ ડાયરેક્ટર (Joint director of Special Enforcement Bureau) એસ સતીશ કુમારે જણાવ્યું કે, મુખ્ય આરોપી પાસેથી 48 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ ગાંજો કંચરાપાલમના એક ભાડાના મકાનમાં રાખવામાં આવ્યો હતો. આ અંગે સૌપ્રથમ શ્રીનિવાસ રાવની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Omicron Variant: રસી કેટલી અસરકારક છે, વિશ્વ શા માટે ભયભીત છે? આ 5 પ્રશ્નોના જવાબ જાણવા ખૂબ જ જરૂરી છે

ગાંજા સિવાય પેકિંગ મટેરિયલ જેવા કે કવર, ખોખા, બોક્સ, ટેપ, ઈલેક્ટ્રોનિક વજનકાંટો વગેરે જેવી સામગ્રી પણ ભાડાના મકાનમાંથી મળી આવી છે.

તપાસમાં સામે આવ્યું છે કે શ્રીનિવાસ રાવ મધ્યપ્રદેશના સુરજ પાવૈયા અને મુકુલ જૈસવાસના સંપર્કમાં હતા. આ બન્ને ઈ કોમર્સ સાઈટ એમેઝોનપર રજીસ્ટર્ડ વેન્ડર્સ છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સુપરનેચરલ સ્ટીવિયા (supernatural stevia)ના આડમાં ગાંજાની તસ્કરી કરવા માટે પાવૈયા અને જૈસવૈલ માટે શ્રીનિવાસ કોન્ટેક્ટ પર્સન હતો.

આ પણ વાંચો- Parliament Winter Session: અમે ઇચ્છીએ છીએ કે, સંસદમાં સવાલ અને શાંતિ બંને હોય: PM મોદી

પાવૈયા અને જૈસવાલે બાબૂ ટેક્સ નામની એક ફર્મ બનાવી અને અમેજોન પર જીએસટી નંબર સાથે રજીસ્ટર થયા, ત્યારબાદ તે વાઈઝેગથી મધ્યપ્રદેશ સુધી ગાંજો સપ્લાય કતા હતા.

વધુમાં સતીશ કુમારે જણાવ્યું કે, અન્ય બે વ્યક્તિઓ કુમારસ્વામી અને ક્રૃષ્ણમ રાજુની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ એક વાન ડ્રાઈવર વેંકટેશ રાવની પણ ધરકકડ કરવામાં આવી છે. આરોપી શ્રીનિવાસ રાવની ધરપકડ કંચરાપાલમથી કરી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મોહનરાજુ પણ આ ગેરકાનૂની વ્યવસાયમાં શામેલ હતો, તેથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. સતીશે જણાવ્યું કે અમને શંકા છે કે ગત 8 મહિનામાં ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી પાવૈયા અને જૈસવાલે 800 કિલો જેટલો ગાંજો વાઈઝેગથી મધ્યપ્રદેશ મોકલ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Drugs Case, Smuggling, અમેઝોન, ડ્રગ્સ, ભારત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन