રામમંદિરની સુનાવણી માટે 5 જજોની એક બેન્ચનું ગઠન કરી દેવામાં આવ્યું છે. આ બેન્ચમાં જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ આઈ બોડે, એન વી રામન્ના, યુ યુ લલિત અને ડી વાય ચંદ્રચુડ છે. આ મામલે 10 જાન્યુઆરીથી સુનાવણી શરુ થશે.
ઉલ્લેખનીય છે કે, અલાહાબાદ હાઈ કોર્ટ દ્વારા સપ્ટેમ્બર, 2010ના ચુકાદા વિરુદ્ધ 14 એપ્રિલે સુપીમ કોર્ટમાં એક અરજી દાખલ થઇ હતી. અલ્હાબાદ હાઈ કોર્ટે 2.67 એકર જમીનને ત્રણ હિસ્સાઓમાં વેંચી હતી. એક હિસ્સો રામ લલ્લા વિરાજમાન, બીજો હિસ્સો નિર્મોહી અખાડા અને ત્રીજો હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ ત્રણેય પક્ષોએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલામાં 533 એક્સઝીબીટ, 87 સાક્ષી જેના 140000 પાનાં ભરીને નિવેદનો સાથે હજારો દસ્તાવેજો સંસ્કૃત, ઉર્દુ, ફારસી, અરબી અને અંગ્રેજીમાં છે. આ બધાને વાંચવામાં ઘણો સમય લાગી શકે છે
અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વસ્ત મામલને 26 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. 6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદનો વિવાદિત સ્થળ તોડી પાડવામાં આવ્યું હતું, જો કે હજુ સુધી અહીં રામમંદિરનું નિર્માણ થઇ શક્યું નથી અને કેટલાક સંગઠનો અહીં રામમંદિર બનાવવાની માંગ કરી રહ્યા છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર