ભારતનો પાક.ને જડબાતોડ જવાબ, LoC પર આતંકીઓના લૉંચ પેડ્સ ઉડાવ્યા, વીડિયો જાહેર કર્યો

News18 Gujarati
Updated: April 11, 2020, 8:21 AM IST
ભારતનો પાક.ને જડબાતોડ જવાબ, LoC પર આતંકીઓના લૉંચ પેડ્સ ઉડાવ્યા, વીડિયો જાહેર કર્યો
આર્મી તરફથી જાહેર કરવામાં આવેલો વીડિયો.

ભારતીય સેનાએ લાઇન ઑફ કંટ્રોલ પર પાકિસ્તાન તરફ બનેલા આતંકીઓના લૉન્ચ પેડને નિશાન બનાવ્યા હતા.

  • Share this:
શ્રીનગર : એક બાજુ આખી દુનિયા કોરોના વાયરસ (Coronavirus) સામે લડી રહી છે ત્યારે પાડોશી દેશ પાકિસ્તાને (Pakistan) પોતાની નાપાક હરકતો ચાલુ જ રાખી છે. પાકિસ્તાન એલઓસી (Line of Control) પર સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. પાકિસ્તાન તરફથી શુક્રવારે જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) કુપવાડામાં ભારતીય જવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેનો જવાબ આપતા ભારતીય જવાનોએ આતંકી લૉન્ચ પેડ્સ અને તેના ઠેકાણાઓને તોડી નાખ્યા હતા. ભારતીય સેના તરફથી આ અંગેનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે પાંચ દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં એન્કાઉન્ટર (Encoumter)માં ભારતીય સેના (Indian Army)એ પાંચ સ્પેશ્યિલ ફોર્સ કમાન્ડોને ઠાર કર્યાં હતાં.

આર્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સેનાએ લાઇન ઑફ કંટ્રોલ પર પાકિસ્તાન તરફ બનેલા આતંકીઓના લૉન્ચ પેડ્સને નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત આતંકીઓ દારૂગોળો રાખતા હતા તે સ્થળ પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં દુશ્મનને ખૂબ નુકશાન થયું છે.

આ પણ વાંચો : Coronavirus :કોરોનાએ વિશ્વમાં એક લાખથી વધુ લોકોનો જીવ લીધો, USAમાં મોતનાં તમામ રેકોર્ડ તૂટ્યાં!

ગોળીબારથી ડરનો માહોલ

કુપવાડાના કેરન સેક્ટરમાં શુક્રવારે સવારે આશરે 11 વાગ્યે શરૂ થયેલા ફાયરિંગને પગલે લોકોમાં ડર ફેલાયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા જવાનોએ ખૂબ પ્રભાવી અને મજબૂત થઈને દુશ્મનોને જવાબ આપ્યો હતો. આતંકીઓના લૉંચ પેડ્સ અને દારૂગોળો રાખવાના ઠેકાણા તોડી પાડવામાં આવ્યા છે. જેનાથી પાકિસ્તાનને ખૂબ નુકસાન થયું છે.

સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન 

આ પહેલા પાકિસ્તાન તરફથી બુધવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર આગળની ચોકીઓ પર ગોળીબાર થયો હતો. એક રક્ષા પ્રવક્તાએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે પાકિસ્તાને રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર કોઈ જ ઉશ્કેરણી વગર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ સાથે જ પાકિસ્તાને નાના હથિયારોથી ફાયરિંગ કર્યું હતું અને મોર્ટાર તાક્યા હતા. જોકે, ભારતીય સેનાએ તેનો સારી રીતે જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો :  લોકડાઉન: સુરતમાં ઓડિશાવાસીઓનો પોલીસ ઉપર પથ્થરમારો, વતન નહીં જવા દેતા ઉશ્કેરાયા

પાકિસ્તાની સૈનિકોએ મંગળવારે અને સોમવારે મનકોટે વિસ્તારમાં અને શુક્રવારે સુંદરબની-નૌશેરા સેક્ટરમાં અગ્ર ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં છ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. રક્ષા મંત્રી શ્રીપદ નાઇકે બુધવારે જણાવ્યું હતું કે આ વર્ષે પહેલી જાન્યુઆરીથી 23મી ફેબ્રુઆરી વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા પર 646 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
First published: April 11, 2020, 8:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading