Coronavirus Threat : નાગપુરની હૉસ્પિટલમાંથી કોરોના વાયરસના 5 શંકાસ્પદ દર્દી ભાગી ગયા, આખા શહેરમાં નાકાબંધી

News18 Gujarati
Updated: March 14, 2020, 12:18 PM IST
Coronavirus Threat : નાગપુરની હૉસ્પિટલમાંથી કોરોના વાયરસના 5 શંકાસ્પદ દર્દી ભાગી ગયા, આખા શહેરમાં નાકાબંધી
હૉસ્પિટલમાંથી પાંચ દર્દી ભાગી જતાં આખા શહેરમાં એલર્ટ.

નાગપુરની ઇન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાંથી કોરોના વાયરસના પાંચ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા છે. આ તમામને ચેપની આશંકા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • Share this:
નાગપુર : ચીન (China)માં આશરે ત્રણ મહિના પહેલા દસ્તક દેનારા કોરોના વાયરસે (Coronavirus in India) ભારતની મુશ્કેલી વધારી દીધી છે. ભારતમાં કોવિડ-19 (Covid 19)ના ચેપ બાદ બે લોકોનાં મોત થયા છે. જ્યારે 82 લોકોને ચેપ લાગ્યો છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે નાગપુર(Nagpur Hospital) ની એક હૉસ્પિટલમાંથી કોરોના વાયરસ (Coronavirus Suspects)ના પાંચ શંકાસ્પદ દર્દીઓ ફરાર થઈ ગયા છે. મોડી રાત્રે બનેલા આ બનાવ પછી શહેરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમામ દર્દીઓને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે નાગપુરના ઇન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલ (Indira Gandhi Government Medical College & Hospitalમાંથી કોરોના વાયરસના પાંચ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા છે. તમામને કોરોના વાયરસના સંક્રમણ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાના દર્દીઓ હૉસ્પિટલમાંથી ભાગી ગયાના સમાચાર વચ્ચે ઝોનલ ડીસીપી રાહુલ મકનિકરે જણાવ્યું કે, પોલીસને હાઇ અલર્ટ કરી દેવામાં આવી છે. આખા શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. શકમંદોની સ્થિતિ કેવી હતી તેના વિશે કોઈ માહિતી મળી શકી નથી.

આ પણ વાંચો : Corona Virus : કોરોનાનો કહેર, વિદેશમાં વસતા ગુજરાતીઓ અટવાયા, દૂધ-ખોરાકનો પુરવઠો ઠપ

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 17 દર્દીઓની પુષ્ટિ થઈ છે. વિશ્વમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી પાંચ હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ વાયરસે દુનિયાના આશરે 1,34,300થી વધારે લોકોને ઝપેટમાં લઈ લીધા છે. ભારતમાં આ વાયરસને પગલે બે લોકોનાં મોત થઈ ચુક્યા છે. અમેરિકાએ કોરોના વાયરસને કારણે ઇમરજન્સી જાહેર કરી દીધી છે.

આ પણ વાંચો : કોરોનાનો કહેર : ડોનાલ્ડ ટ્ર્મ્પે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

30 એપ્રિલ સુધી ઉડાણો રદ 

ભારતમાં કોરોના વાયરસને કારણે શુક્રવારે બીજુ મોત થયું હતું. સાથે જ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 82 પર પહોંચી છે. અમેરિકામાં ભારતીય દૂતાવાસે કોરોનાને ફેલાતો રોકવા માટે ભારત તરફથી તાજેતરમાં જ લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધો પર ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ આપવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. જેના પર 24 કલાક સંપર્ક કરી શકાય છે. ભારતમાં સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાએ ઇટાલી, ફ્રાંસ, જર્મની, સ્પેન, ઇઝરાયેલ, દક્ષિણ કોરિયા અને શ્રીલંકા માટે સંચાલિત ઉડાણોને 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
First published: March 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading