મુંબઇના ભિવંડીમાં ઇમારત ધરાશાયી, એક વ્યક્તિનું મોત

ઘટના સ્થળની તસવીર

મુંબઇના ભિવંડીમાં મંગળવારે મોડી રાત્રે એક ઇમારત ધરાશાયી થઇ હતી.

  • Share this:
    મુંબઇના ભિવંડીમાં મંગળવારે મોડી રાત્રે એક ઇમારત ધરાશાયી થઇ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયાની જાણકારી મળી રહી છે. તો સાથે સાથે છ લોકોને બચાવવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર એનડીઆરએફ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી હછે. હજી સુધી આશરે પાંચ લોકો કાટમાળમાં દટાયા હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એનડીઆરએફની ટીમે ચાર લોકોને સુરક્ષિ બહાર નીકળી હતી. જ્યારે ત્રણ લોકોને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગાઝિયાબાદના મિસલગઢ વિસ્તારમાં એક નિર્માણાધીન ચાર માળની ઇમાર ધરાશાયી થઇ હતી. જેમાં એક મજૂરનું મોત થયું હતું. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં એક બાળક, બે મહિલાઓ મોતને ભેટી હતી. ત્યારબાદ નોઇડામાં સેક્ટર 63માં એક નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ પડવાની ખબર હતી. જેમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 50 લોકો ઘાયલ થયા હતા.
    Published by:Ankit Patel
    First published: