મધ્ય પ્રદેશના પરિણામોની ઉત્સુક્તાની વચ્ચે તમામ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં તસવીર સ્પષ્ટ થઈ ચૂકી છે. છત્તીસગઢમાં કોંગ્રેસને બહુમત મળ્યું છે, તો બે રાજ્યોમાં એક અને બે સીટથી બહુમતથી દૂર છે. જોકે આ ચૂંટણીમાં ભાજપ માટે એક ખરાબ સમાચાર પણ છે કે તેના ત્રણેય રાજ્યોમાં તેના 36 મંત્રીઓની હાર થઈ છે. સૌથી વુધ મંત્રી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હાર્યા છે.
મધ્ય પ્રદેશમાં જ્યાં ભાજપે 109 સન્માનજનક સીટ મેળવી છે, બીજી તરફ 13 દિગ્ગજોએ પોતાની સીટ ગુમાવવી પડી છે. આ તમામ 13 દિગ્ગજ શિવરાજ સરકારમાં મંત્રી હતા. નરોત્તમ મિશ્રા, જયભાનસિંહ પવૈયા, રામપાલસિંહ, દીપક જોશી અને શરદ જૈન વગેરે મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે.
રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપને બીજો ઝટકો તેના 15 મંત્રીઓએ આપ્યો છે. આ તમામ 15 મંત્રી પોતપોતાની સીટથી ચૂંટણી હારી ગયા છે. તેમાં રાજસ્થાનના પરિવહન મંત્રી રહેલા યુનૂસ ખાનને ટોંકથી સચિન પાયલટની સામે હારનો સ્વીકાર કરવો પડ્યો છે. ગૌ પાલન મંત્રી ઓટારામ પણ ચૂંટણી હારી ગયા.