બેંકમાં ઘૂસ્યા હથિયારબંદ પાંચ લૂંટારું, લૂંટની આખી ઘટના cctvમાં કેદ, જુઓ live video

cctvની તસવીર

બદમાશોએ બેન્કના સુરક્ષા ગાર્ડની બંદૂક પણ પડાવી લીધી હતી. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારુંઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

 • Share this:
  હરિયાણાઃ હરિયાણામાં બદમાશ એટલા બેખોફ થઈ ગયા છે કે ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હરિયાણામાંથી (Haryana) લૂંટારુંઓએ બેન્કમાંથી 7 લાખ રૂપિયા લૂંટીને (Bank loot) ફરાર થયા હતા. અહીં ઝજ્જર જિલ્લામાં પંજાબ નેશનલ બેન્કમાં (Punjab National bank) હથિયારબંદ લૂંટારુઓએ સાત લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો. જોકે, પોલીસને (police) જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી છે. આ લૂંટની સમગ્ર ઘટના બેન્કમાં લાગેલા સીસીટીવીમાં (CCTV) કેદ થઈ હતી.

  બેન્કના સુરક્ષા ગાર્ડની બંદૂક પણ પડાવી લીધી
  મળતી માહિતી પ્રમાણે આ ઘટના હરિયાણાના ઝજ્જર જિલ્લામાં માછરોલી ગામની છે. અહીં પંજાબ નેશનલ બેન્કમાંથી હથિયારબંધ બદમાશોએ 7 લાખ 11 હજાર રૂપિયાની રોકડની લૂંટ ચલાવી હતી. આ દરમિયાન બદમાશોએ બેન્કના સુરક્ષા ગાર્ડની બંદૂક પણ પડાવી લીધી હતી. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારુંઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

  લૂંટારુઓએ બેન્કની બહાર ફાયરિંગ કર્યું હતું
  લૂંટની આ ઘટના બેન્કમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે. લૂંટારુઓ બાઈક ઉપર સવાર થઈને આવ્યા હતા. તમામ લૂંટારુઓએ પોતાના મોંઢા ઢાંકેલા હતા. લૂંટારુઓએ બેન્કની બહાર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાના પગલે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને પ્રાથમિક તપાસ હાથધરી હતી. હતી. ટૂંક સમયમાં આરોપીઓને દબોચી લેવાની વાત પણ પોલીસ કરી રહી છે.

  આ પણ વાંચોઃ-Dhoom' સ્ટાઈલમાં Big ચોરી! ચેન્નઈથી મુંબઈ જતા કન્ટેનર લોરીને કરી હાઈજેક, ચોરોએ 15 કરોડ રૂપિયા મોબાઇલની કરી ચોરી

  એસપી હિમાંશુ ગર્ગના જણાવ્યા પ્રમાણે કેટલાક આરોબીઓ બે બાઈક ઉપર આવ્યા હતા. તેમણે ફાયરિંગ કર્યું અને બેન્કના કેશિયર પાસેથી 7 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની તપાસ ડીએસપી રેન્કના અધિકારી કરી રહ્યા છે. આ ઘટનાને લઈને એસપીનું કહેવું છે કે ઘટનાને સાંકળતા મહત્વના પુરાવા મળ્યા છે.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! 'લલ્લાને મારી નાંખ્યો છે, હવે હું આત્મહત્યા કરી રહ્યો છું' ભાણાની હત્યા કર્યા બાદ મામાનો આપઘાત

  આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! કુરકુરેની લાલચ આપી ભાણીને ખેતરમાં લઈ જઈ મામાએ દુષ્કર્મ બાદ કરી હત્યા, સ્થળ ઉપરથી કપડા અને કુરકુરેનું પેકેટ મળ્યું

  ધોળકા : કારમાંથી 40 તોલા સોનાની ચોરી
  સોનામાં આગઝરતી તેજી (Gold-Silver Price) વચ્ચે આજે રાજ્યમાં સોનાની લૂંટ અને ચોરીના બે મોટા બનાવ સામે આવ્યા છે. પ્રથમ બનાવ સવારે જેતપુરની બજારમાં બન્યા બાદ બપોર પડતા સુધીમાં અમદાવાદના ધોળકામાં (Dholka Gold Theft) પેટ્રોલ પંપ પર પંચર કરાવાવ ઊભી રાખેલી કારમાંથી સોનું ચોરી અને ગઠિયો છૂમંતર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે.  આ ઘટના મંગળવારની છે જેમાં એક હાર્ડવેરના વેપારીની કારમાંથી સોનાનું પેકેટ ચોરીને ભાગતો ગઠિયો જોવા મળ્યો હતો. ગઠિયો જાણભેદું હોવાની સંભાવના છે કારણ કે વેપારી બેંકમાંથી સોનું લઈને નીકળ્યા અને પંચર પડતા ઊભા રહ્યા હતા ત્યારે તેમની કારમાં સોનું છે તેવી બાતમી અગાઉથી હોય તો જ આ પ્રકારની ચોરી શક્ય છે. આ ઘટનાના ચોંકાવનારો સીસીટીવી વીડિયો (CCTV Video of Dholka Gold Theft) સામે આવ્યો છે. ચોરી કરનાર શખ્સ પેટ્રોલ પમ્પના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.
  Published by:ankit patel
  First published: