Home /News /national-international /આલેલેલે...12 વર્ષમાં 9 બાળકો: ફિટનેસ જોઇને ફિદા થઇ જશો, બાળકોની MOM નહીં..બહેન હોય એવી લાગે છે
આલેલેલે...12 વર્ષમાં 9 બાળકો: ફિટનેસ જોઇને ફિદા થઇ જશો, બાળકોની MOM નહીં..બહેન હોય એવી લાગે છે
આ સુપર મોમ છે.
Super mom: અમેરિકાની એક મહિલા આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ ફેમસ થઇ રહી છે. 28 વર્ષની ઉંમરમાં કોરા ડ્યૂક 9 બાળકોની માત બની છે, પરંતુ મહિલાનું ફિગર જોઇને દરેક લોકો વિચારમાં પડી ગયા છે. કોરા ડ્યૂક 16 વર્ષની ઉંમરમાં પહેલી વાર માતા બની હતી.
Fit mom: આજનાં મોડર્ન વર્લ્ડમાં મહિલાઓની સંખ્યા ઓછી નથી એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટૂ નથી. મહિલાઓ પ્રેગનન્સી પછી પોતાની ફિટનેસ પર અનેક ઘણું ધ્યાન આપતી હોય છે. તો આજે અમે વાત કરી રહ્યા છે એક એવી મોમની જે 9 બાળકોની માતા છે. જો કે આ મોમની ફિટનેસ જોઇને તમે પણ ફિદા થઇ જશો. આ મોમને જોઇને કોઇ એમ ના કહે કે એ 9 સંતાનોની માતા છે. આ ફિટ મોમ 9 બાળકોની માતા નહીં પરંતુ બહેન હોય એવુ લાગી રહ્યું છે.
ઇન્સ્ટાગ્રામ પર કોરા ડ્યૂકની સ્ટોરી વાયરલ થઇ રહી છે જે 9 બાળકોની માતા છે, પરંતુ ફિટનેસની વાત કરીએ ભલભલા લોકોને પાછળ પાડે એવી છે. 39 વર્ષની કોરા ડ્યૂક એના સ્કૂલ ટાઇમ દરમિયાન લઇથી 12 વર્ષ સુધી સતત પ્રેગનન્ટ રહી. નવાઇની વાત તો એ છે કે 9 બાળકોની માતા જ્યારે એના બાળકોની સાથે જ્યારે માર્કેટમાં જાય તેમજ ફરવા માટે જાય ત્યારે કોઇ એને માતા નહીં પરંતુ મોટી બહેન સમજે છે.
(credits: Insta/mzkora)
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર કોરાના લગ્ન 16 વર્ષની ઉંમરમાં ત્રણ વર્ષના મોટના આંદ્ર સાથે થયા હતા. ત્યારબાદ પહેલી વાર એ 2000માં પ્રેગનન્ટ થઇ અને પછી સતત 12 વર્ષ સુધી પ્રેગનન્ટ થતી રહી.
સોશિયલ મિડીયા યુઝર્સ સુપર મોમ કહે છે
ડ્યુક સોશિયલ મિડીયા પર ઘણી પોપ્યુલર છે. એના 4 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. લગ્નના 22 વર્ષ પછી આ કપલના 9 બાળકો છે, જેમાં એલિયાહ(21), શીના(20), બેબી યુના(17), ઝાન (17), કાહિરા(16), સૈયાહ(14), અવિ(13), રોમાની(12) અને તહજ(10) વર્ષના છે. એ એના બાળકોની સાથે તેમજ ફેમિલી વિડીયો અને ફોટો શેર કરતી રહેતીહોય છે.
આ એક વેટલિફ્ટર પણ છે અને એની ફિટનેસ સાથે જોડાયેલી અનેક અપડેટ્સ પણ આપતી રહેતી હોય છએ. અમેરિકાના લાસ વેગાસની રહેનારી કોરા ડ્યૂકને સોશિયલ મિડીયા યુઝર્સ સુપર મોમ કહીને બોલાવે છે. ફિટનેસનું રાજ જણાવતા સુપર મોમ કહે છે કે હું મારુ ફિટનેસ વેટલિફ્ટિંગથી મેન્ટેન રાખુ છે. આમ, તમે ધારો એ કરી શકો એ આનું સૌથી મોટુ ઉદાહરણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર