નવી દિલ્હીઃ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ (Fit India Movement)ની પહેલી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરની હસ્તીઓ સાથે વાતચીત કરી, જેઓએ દેશવાસીઓને ફિટનેસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે. આ સત્ર દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli), બે વારના પેરાઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ દેવેન્દ્ર ઝાઝરીયા, અભિેનેતા મિલિન્દ સોમન (Milind Soman) જેવી હસ્તીઓ સાથે વાત કરી.ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને એક વર્ષ પૂરું થવાના પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ફિટ હશે તો જ હિટ થશે ઈન્ડિયા.
વડાપ્રધાન મોદીએ વિરાટ કોહલી સાથે વાત કરતાં કહ્યું કે, આપનું નામ પણ વિરાટ અને કામ પણ વિરાટ.. વિરાટ કોહલીએ કહ્યું કે અમે જે પેઢીમાં રમવા લાગ્યા, તો રમતની ડિમાન્ડ બદલાઈ થઈ હતી. અમારી સિસ્ટમ રમત માટે યોગ્ય નહોતી અને રમતના કારણે મારે ઘણું બધું બદલવું પડ્યું. વિરાટે કહ્યું કે, જ્યાં સુધી આપને પોતાને અનુભવ ન થયા કે ફિટનેસ કેટલી જરૂરી છે, આજે જો પ્રેક્ટિસ મિસ થઈ જાય તો ખરાબ નથી લાગતું પરંતુ ફિટનેસનું ધ્યાન રાખું છું. પીએમ મોદીએ કોહલીને પૂછ્યું કે આપની ફિટનેસના કારણ દિલ્હીના છોલે-ભટૂરેને નુકસાન થયું હશે.
મિલિન્દ સોમન સાથે પીએમે શું કરી વાત?
પીએમ મોદીએ મિલિન્દ સોમન સાથે વાત કરતાં મજાક કરતાં તેમને કહ્યું કે, મેડ ઇન ઈન્ડિયા મિલિન્દ. પીએમ મોદીએ મિલિન્દ સોમનને પૂછ્યું કે ઓનલાઇન આપની ઉંમરને લઈને ઘણી ચર્ચા થાય છે. આપની અસલી ઉંમર શું છે. જેની પર મિલિન્દે જવાબ આપ્યો કે મારી માતા 81 વર્ષનાં છે, જે ઘણા ફિટ છે. મારા માટે તે પ્રેરણારૂપ છે, મારું લક્ષ્ય છે કે તેમની ઉંમર સુધી હું આવો જ ફિટ રહું. મિલિન્દે આ દરમિયાન જણાવ્યું કે તેઓ મહિલાઓ માટે અલગથી ઇવેન્ટ કરે છે અને લોકોમાં ફિટનેસ મંત્ર આપે છે. પીએમ મોદીએ જણાવ્યું કે, મિલિન્દની માતાજીના પુશઅપનો વીડિયો મેં પાંચ વાર જોયો કારણ કે તેઓ 81 વર્ષની ઉંમરે આટલા ફિટ છે. પીએમે કહ્યું કે અમારા ગામમાં એક તળાવ છે, ત્યાં બધું બેસ્ટ હતું અમારા માટે.
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન કહ્યું કે શારીરિક ફિટનેસની સાથે લોકોને માનસિક ફિટનેસ પણ યોગ્ય રાખવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે આજની વાતથી દરેક ક્ષેત્રના લોકોને પ્રેરણા મળશે. આજે હું તમામ દેશવાસીઓને સારા સ્વાસ્થ્યની કામના કરું છું. દેશમાં સતત ફિટનેસને લઈ લોકોની માનસિકતા બદલાઈ છે અને હવે યોગ જીવનનો હિસ્સો બની ગઈ છે.
આ પણ વાંચો, સોના-ચાંદીના ભાવમાં નોંધાયો ભારે ઘટાડો, ભારતમાં આજે Goldનો ભાવ 50 હજાર રૂપિયાની નીચે જવાની શક્યતા
Fit India Movementની શરૂઆત ક્યારે થઈ હતી?
દેશમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય ખેલ દિવસના અવસરે ગયા વર્ષે ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં ગયા વર્ષે દેશભરમાં વિભિન્ન કાર્યક્રમો જેમકે ધ ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન, પ્લૉગ રન, સાઇક્લોથોન, ફિટ ઈન્ડિયા વીક, ફિટ ઈન્ડિયા સ્કૂલ સર્ટિફિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમઓ તરફથી કહેવામાં આવ્યું કે, આ કાર્યક્રમોમાં 3.5 કરોડથી વધુ લોકોની સામૂહિક ભાગીદારી જોવા મળી, જે એક રીતે જન આંદોલન બને છે.
આ પણ વાંચો, Johnson & Johnsonની કોરોના વેક્સીન અંતિમ ટ્રાયલમાં, એક જ ડોઝ કરશે કમાલ
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક જન આંદોલનના રૂપમાં ઈન્ડિયા મૂવમેન્ટની કલ્પના કરવામાં આવી છે. દેશના લોકોને ભારતને એક ફિટ દેશ બનાવવાની દિશામાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પરિકલ્પના કરવામાં આવી હતી. તેમાં નાગરિકોને મોજમસ્તી કરવા માટે સરળ અને મોંઘી ન હોય તેવી પદ્ધતિ સામેલ છે. જેનાથી તેઓ ફિટ રહે અને વ્યવહારમાં પરિવર્તન લાવે. આ ફિટનેસને દરેક ભારતીયે જીવનનો અનિવાર્ય હિસ્સો બનાવવો જોઈએ.