Home /News /national-international /મંદિરમાં ચોરી છૂપેથી કરી રહ્યો હતો બીજા લગ્ન, ફેરા પહેલા અચાનક પહોંચી પહેલી પત્ની, પછી થઈ જોવાજેવી

મંદિરમાં ચોરી છૂપેથી કરી રહ્યો હતો બીજા લગ્ન, ફેરા પહેલા અચાનક પહોંચી પહેલી પત્ની, પછી થઈ જોવાજેવી

પ્રતિકાત્મક તસવીર

Chattisgarh Crime News: ફેરા પહેલા જ પ્રથમ પત્ની મંદિરે પહોંચી ગઈ હતી અને લગ્ન (Marriage) અટકાવ્યા હતા. પતિની આવી કરતૂતથી પ્રથમ પત્ની અને તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

છત્તીસગઢ (Chattisgarh)ના જાંજગીર-ચંપા જિલ્લામાં એક શખ્સના બીજા લગ્ન (Wedding)ને લઈને મોટો હોબાળો થયો છે. ફેરા પહેલા જ પ્રથમ પત્ની મંદિરે પહોંચી ગઈ હતી અને લગ્ન (Marriage) અટકાવ્યા હતા. પતિની આવી કરતૂતથી પ્રથમ પત્ની અને તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં પોલીસે ફરિયાદ (Police complaint) નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જાંજગીરના બિરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી દામિનીના લગ્ન 7 મે 2017ના રોજ બલોદા બજારના રહેવાસી સોમ પ્રકાશ નારાયણ જયસ્વાલ સાથે ધાર્મિક રીત-રિવાજોથી થયા હતા. દામિનીના સાસરિયાઓ દામિની પાસે 2 લાખ રૂપિયા અને મોટર સાયકલની માંગણી કરતા હતા અને તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા. ત્યારબાદ પતિએ છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો.

2 લાખ રૂપિયા અને મોટરસાઇકલની માગણી કરી
15 જુલાઈ, 2017ના રોજ દામિનીએ આઈટીઆઈની પરીક્ષા આપી હતી, જેના કારણે દામિનીના સસરા લેખ રામ જયસ્વાલ તેને સાસરિયેથી પિયર મુકી આવ્યા હતા. એટલુ જ નહીં પણ 2 લાખ રૂપિયા અને મોટરસાઇકલની માગણી કરી હતી. પૈસા અને બાઇક આપ્યા પછી જ તેને સાસરિયે પરત ફરવા કહ્યું હતું.

આ પણ વાંચોઃ-Couple suicide: સુરતમાં પ્રેમી યુગલે તાપી નદીના કિનારે સજોડે જીવન ટૂંકાવ્યું

આવી માગણીના કારણે દામિનીના સંબંધીઓએ 10 જૂન, 2018ના રોજ સમાજના વડીલોની બેઠક બોલાવી હતી અને બેઠકમાં દામિનીના સાસરિયાઓના વર્તન અંગે ચર્ચા થઈ હતી. સામાજિક મિટિંગમાં દામિનીને આદરપૂર્વક લઈ જવાનું નક્કી થયું, પણ દામિનીના સાસરિયાં તેને લઈ જવા રાજી ન થયા.

આ પણ વાંચોઃ-firing: સુરતમાં પૂર્વ પ્રેમિકાનો પ્રેમ સંબંધ ચાલુ કરવા દબાણ, યુવકે યુવતીની બહેન ઉપર ફાયરિંગ કર્યું, ધરપકડ

મંદિરમાં સંતાઈને કરી રહ્યો હતો બીજા લગ્ન
દામિનીને તેના કેટલાક સંબંધીઓ દ્વારા ખબર પડી કે તેનો પતિ સોમપ્રકાશ નારાયણ બીજી યુવતી સાથે ગુપ્ત રીતે લગ્ન કરવા શિવનારાયણના મોટા મઠ મંદિરે ગયો હતો. આ વાત જાણ્યા બાદ દામિની શિવનારાયણના મઠ મંદિરે પહોંચી હતી અને ઝઘડો કર્યો હતો. વધતા જતા વિવાદને જોતા ડાયલ 112 અને શિવરીનારાયણ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
" isDesktop="true" id="1195864" >

અને બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. બંને પક્ષોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને મળેલી માહિતી મુજબ આ વ્યક્તિ તેની પહેલી પત્નીથી છૂટાછેડા લીધા વિના બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો હતો, જેના પગલે હંગામો અને વાદ વિવાદ થયા હતા.
First published:

Tags: Chhattisgarh News, Crime news, Marriage

विज्ञापन