13 જાન્યુઆરીએ ભારતમાં લગાવવામાં આવી શકે છે કોરોના વાયરસની પ્રથમ વેક્સીન : સ્વાસ્થ્ય સચિવ

13 જાન્યુઆરીએ ભારતમાં લગાવવામાં આવી શકે છે કોરોના વાયરસની પ્રથમ વેક્સીન : સ્વાસ્થ્ય સચિવ
લાભાર્થીને વેક્સીનેશન થયું છે તે ડિજિટલી રેકોર્ડ કરવામાં આવશે અને તેને બીજો ડોઝ લેવા ક્યારે આવવું તેની જાણકારી પણ ડિજિટલી મળી જશે

લાભાર્થીને વેક્સીનેશન થયું છે તે ડિજિટલી રેકોર્ડ કરવામાં આવશે અને તેને બીજો ડોઝ લેવા ક્યારે આવવું તેની જાણકારી પણ ડિજિટલી મળી જશે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસની પ્રથમ વેક્સીન (Coronavirus Vaccine first shot) 13 જાન્યુઆરીએ આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે વેક્સીનેશન માટે સેશન વેચવાની પૂરી પ્રક્રિયા ઇલેક્ટ્રોનિકલી હશે. લાભાર્થીને વેક્સીનેશન થયું છે તે ડિજિટલી રેકોર્ડ કરવામાં આવશે અને તેને બીજો ડોઝ લેવા ક્યારે આવવું તેની જાણકારી પણ ડિજિટલી મળી જશે. વેક્સીન લેવાથી તેની કોઈ કોઈ ખરાબ અસર થાય તો તેના રિયલ ટાઇમ રિપોર્ટિંગ માટે કોવિન વેક્સીન ડિલિવરી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રાવધાન કરવામાં આવ્યું છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે કોવિન પ્લેટફોર્મ આપણે ભારતમાં બનાવ્યું છે પણ આ વિશ્વ માટે પણ છે. જે પણ દેશ તેનો ઉપયોગ કરવા માંગશે ભારત સરકાર તેમની મદદ કરશે. તેમણે કહ્યું કે હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને કોવિન પ્લેટફોર્મ (વેક્સીનેશ માટે) પર પંજીકરણ કરાવવાની જરૂરત રહેશે નહીં. તેમનો ડેટા પહેલા જ રેકોર્ડ કરવામાં આવી ચૂક્યો છે. તેમણે કહ્યું કે કરનાલ, મુંબઈ, ચેન્નઈ એને કોલકાતામાં સ્થિત GMSD નામક 4 પ્રાથમિક વેક્સીન સ્ટોર છે અને દેશમાં 37 વેક્સીન સ્ટોર છે. તે વેક્સીનને જથ્થાબંધ સંગ્રહીત કરે છે અને આગળ વિતરિત કરે છે.  આ પણ વાંચો - સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે 6.6 કરોડ વેક્સીન ખરીદવાની ડીલ કરી, 200 રૂપિયાનો હશે ડોઝ- સૂત્ર

  તેમણે કહ્યું કે સ્ટોર કરેલ ડોઝની સંખ્યા અને તાપમાન ટ્રેકર સહિત સુવિધાનું ડિજિટલ દેખરેખ કરવામાં આવે છે. આપણી પાસે દેશમાં એક દશકથી વધારે સમયથી આ સુવિધા છે.

  સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19 વેક્સીન પર નજર, ડેટા રાખવા અને લોકોને વેક્સીન લગાવવા માટે રજિસ્ટ્રર કરાવવા માટે કોવિન (Co-WIN App)નામથી એપ બનાવી છે. દેશના નાગરિક જે હેલ્થ વર્કસ નથી તેમને કોવેક્સીન માટે CoWIN એપને ગુગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોરથી ડાઉનલોડ કરવી પડશે. એપને ડાઉનલોડ કર્યા પછી રજિસ્ટ્રર મોડ્યુલ દ્વારા લોકોને કોરોના વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
  Published by:Ashish Goyal
  First published:January 05, 2021, 17:18 pm

  ટૉપ ન્યૂઝ