અમેરિકામાં નર્સને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, ટ્રમ્પે કરી પ્રશંસા

અમેરિકામાં નર્સને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, ટ્રમ્પે કરી પ્રશંસા

ટ્રમ્પે કહ્યું કે મને એ બતાવવામાં ગર્વ થઈ રહ્યો છે કે આ વેક્સીન અમેરિકાની જનતાને મફતમાં આપવામાં આવશે.

 • Share this:
  ન્યૂયોર્ક : અમેરિકામાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)ટ્વિટ કરીને કહ્યું કે પ્રથમ વેક્સીનનો (Vaccine)ડોઝ આપી દેવામાં આવ્યો છે. અભિનંદન અમેરિકા. અભિનંદન વર્લ્ડ. જાણકારી પ્રમાણે વેક્સીનનો સૌ પ્રથમ ડોઝ નર્સને આપવામાં આવ્યો છે.

  આ પહેલા એફડીએ દ્વારા વેક્સીનને મંજૂરી આપ્યા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયોમાં કહ્યું હતું કે આજે આપણા દેશમાં એક ચિકિત્સીય ચમત્કાર થયો. આપણે ફક્ત નવ મહિનામાં સુરક્ષિત અને પ્રભાવી દવા ઉપલબ્ધ કરાવી છે. ટ્રમ્પે વીડિયોમાં કહ્યું હતું કે તેના પ્રશાસને ફાઇઝર તથા અન્ય કંપનીઓને રિસર્ચમાં ઘણી મદદ કરી હતી અને આશા પ્રમાણે પરિણામ સામે આવ્યા છે. વૈજ્ઞાનિકો, ટેકનિશિયન, ડોક્ટર અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ફાઇઝર અને મોર્ડનાએ જાહેરાત કરી કે તેમના દ્વારા વિકસિત વેક્સીન 95 ટકા પ્રભાવી છે. જે ઉમ્મીદ કરતા વધારે છે. આ વેક્સીન પણ સુરક્ષિત છે.  આ પણ વાંચો - ટ્રેનમાં સૌથી છેલ્લે હવે નહીં હોય ગાર્ડનો ડબ્બો, કેમ કરવામાં આવી રહ્યો છે આવો નિર્ણય

  ટ્રમ્પે કહ્યું કે અમેરિકા દુનિયાનો એવો પ્રથમ દેશ બન્યો છે જેણે સુરક્ષિત અને પ્રભાવી વેક્સીન વિકસિત કરી છે. આજની ઉપલબ્ધિ અમેરિકાની અસીમિત ક્ષમતાની યાદ અપાવે છે.

  ટ્રમ્પે કહ્યું કે મને એ બતાવવામાં ગર્વ થઈ રહ્યો છે કે આ વેક્સીન અમેરિકાની જનતાને મફતમાં આપવામાં આવશે. ફેડએક્સ અને યૂપીએસ સાથે ભાગીદારી દ્વારા અમે વેક્સીનને દરેક રાજ્ય અને દેશના દરેક સ્થાન સુધી પહોંચાડવાનું કામ પણ શરૂ કરી દીધું છે. મંજૂરી મળ્યાના 24 કલાકથી પણ ઓછા સમયમાં પ્રથમ વેક્સીન લગાવવામાં આવી છે. એફડીએ આયુક્ત સ્ટીફન એમ હાને આ ભયાનક મહામારી સામે લડાઇમાં એક ઉલ્લેખનીય ઉપલબ્ધિ ગણાવી છે.
  Published by:Ashish Goyal
  First published: