અજબ-ગજબ: આપ પુરુષોને મહિલા બનતા તો સાંભળી હશે. આજકાલ સમગ્ર દુનિયામાંથી આવી કહાનીઓ આવતી રહે છે. પણ આ શખ્સની કહાની અજીબ છે. કોરિયન મહિલા પસંદ આવતી હતી, એટલા માટે કરોડો રૂપિયા ખર્ચીને મહિલા બની ગયો. પણ બાદમાં સમજાયું કે, ભૂલ થઈ ગઈ. તો હવે ફરીથી પુરુષ બનવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યો છે. આવુ કરનારો આ દુનિયો પ્રથમ શખ્સ હશે. આપને જાણીને નવાઈ લાગશે કે, ટિકટોક પર આ શખ્સને લાખો ફોલોઅર્સ છે.
અમે વાત કરી રહ્યા છીએ લંડનના એક ઈંફ્લુએન્સર ઓલીની. 2018માં જ્યારે તેણે જાહેરાત કરી કે તે કોરિયન મહિલા બની ગયો છે, તો લંડનવાસીઓને નવાઈ લાગી હતી. આ ફેરફાર માટે તેણે 32 પ્રકારની અલગ અલગ સર્જરી કરાવી હતી. નાકને ઠીક કરાવ્યું. ચિનમાં ફેરફાર કર્યો અને ચેકબોન્સની પણ સર્જરી કરાવી. તેના પર તેણે લગભગ ત્રણ લાખ પાઉન્ડનો ખર્ચ કર્યો. ત્યારે તો તેને ખૂબ સારુ લાગતું હતું. પણ 2022માં તેને અચાનક લાગવા લાગ્યું કે, તેણે ભૂલ કરી નાખી. તે મહિલા માફક રહી શકતો નથી. ફેરફારના કારણે તેણે કહ્યું કે, જ્યારે હું એક છોકરી બની ગયો, મને મારા લુક્સને લઈને મજાક ઉડાવી અને ધમકાવ્યો. લોકો કહેવા લાગ્યા કે, કોઈ તને ડેટ નહીં કરે, તેનાથી હું ઉદાસ થઈ ગયો.
ડેલી મેઈલના રિપોર્ટમાં જણાવ્યું કે, મને ઘણું દુ:ખ થયું. હું ચર્ચમાં કલાકો સુધી બેસી રહેતો, જેથી હું સ્પષ્ટ થઈ જાવ કે, મારે શું કરવું જોઈએ. મને ખબર હતી કે, જેટલી વધારે સર્જરી કરાવીશ, એટલી જ મારા શરીરને વધારે તકલીફ થશે. હવે તેણે ફરી વાર સર્જરી કરાવી પુરુષ બન્યો. હાલમાં જ તેણે લોકો સાથે આ સ્ટોરી શેર કરી. પોતાની આ જર્ની વિશે લોકોને બતાવવા માટે તે પુસ્તક પણ લખી રહ્યો છે. ઓલીએ કહ્યું કે, મારી વિરુદ્ધ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. મને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. તેઓ કહે છે કે, મને પથ્થરો મારી દેવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર