અસમમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યાયાધીશે સંભાળ્યુ કામકાજ

  • Share this:
    અસમની પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યાયધીશે ગૌવાહાટીની એક અદાલતમાં પોતાનું કામકાજ સંભાળી લીધું છે.

    આના સાથે જ પૂર્વોત્તરનો આ રાજ્ય દેશનો ત્રીજો એવો રાજ્ય બની જશે જ્યાં ટ્રાન્સજેન્ડર ન્યાયાધીશ છે. આનાથી પહેલા પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં આવા ન્યાયાધીશ છે.

    26 વર્ષિય સ્વાતિ બિધાના બરૂઆએ હતું છે કે, તેઓ પોતાનું કામ કામરૂપ જિલ્લા અને સત્ર અદાલતની અદાલત નંબર 25માં શરૂ કરશે. તેમને આ પદ પર કામરૂપ (મેટ્રો) જિલ્લા કાનૂની સેવાઓ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે.

    તેમને સંવાદદાતઓને કહ્યું, લોક અદાલતમાં એક ન્યાયાધીશના પદ પર મારી નિયુક્તિ સમાજ માટે ખુબ જ સકારાત્મક સંદેશ છે અને આનાથી ટ્રાન્સજેન્ડરો વિરૂદ્ધ ભેદભાવ પ્રત્યે જાગૃત્તા ઉત્પન્ન કરવામાં મદદ મળશે. કેટલીક નીતિઓ અસફળ થવાના કારણે ટ્રાન્સજેન્ડર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નહી તો ટ્રાન્સજેન્ડર્સ પણ સમાજ માટે કામ કરી શકે છે.

    અસલમાં સ્વાતી 2012માં પુરૂષ હતી, ત્યારે તેનું નામ બિધાન હતુ. તે પછી તેમને સર્જરી કરાવી લીધી અને સ્વાતિ બની ગઈ.

    2013માં તેમને આના માટે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, આ સર્જરી માટે તેમના પરિવારે વિરોધ કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે તેમના પક્ષમાં નિર્ણય કર્યો અને વિધાનને સ્વાતિ બનવાની પરવાનગી મળી ગઈ. સ્વાતિ તે સમયે મુંબઈમાં નોકરી કરી રહી હતી.
    Published by:Mujahid Tunvar
    First published: