Home /News /national-international /

આ ભાઇને મુકાયા ‘નો ફ્લાય લિસ્ટ’માં, કર્યું હતું આવું કારસ્તાન

આ ભાઇને મુકાયા ‘નો ફ્લાય લિસ્ટ’માં, કર્યું હતું આવું કારસ્તાન

    જેટ એરવેઝે મુંબઇના જ્વેલર્સ બિરજૂ કિશોર સલ્લાને નો ફ્લાયટ લિસ્ટમાં મુકી દીધો છે. આનો મતલબ છે કે બિરજુ હવે જેટ એરવેઝની કોઇપણ ફ્લાયટમાં મુસાફરી નહીં કરી શકે. બિરજુ કિશોર સલ્લા એ જ માણસ છે જેણે 30, ઓક્ટોબર 2017ના દિવસે મુંબઇથી દિલ્હી જનારી ફ્લાયટમાં બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવી હતી. આ ખોટી અફવાના કારણે મુસાફરોને ભારે તકલિફ પડી હતી. સલ્લાની આ હરકતથી નારાજ જેટ એરવેઝે તેના પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે.

    શું કર્યું હતું બિરજૂ સલ્લાએ?

    ગત વર્ષે સલ્લા જેટ એરવેઝે ફ્લાયટ 9W 339 ની સીટ 1A પર બેઠા હતા. તેણે પ્લેનના બાથરૂમમાં પ્લેનને હાઇઝેર્ક્સે ઘેરી લીધું છે અને પ્લેનને લેન્ડ નહીં થાય એવો મેસેજ મુક્યો હતો. આ નોટમાં લખ્યું હતું કે, આ પ્લેન સીધું જ પાકિસ્તાન અધિકૃત કશ્મીર લઇ જવામાં આવશે. પ્લેનમાં 12 લોકો છે અને જો તમે ક્યાંય લેન્ડ કરવાની કોશિશ કરશો તો તમે લોકોની બુમો સાંભળાશે. આને મજાક ન સમજતા. કાર્ગો એરિયામાં બોમ્બ છે. જો પ્લેન દિલ્હીમાં લેન્ડ થાય છે તો બ્લાસ્ટ થઇ જશે. આ મેસેજ લખ્યા પછી પ્લેનને અમદાવાદ લેન્ડ કરાવ્યું હતું. પરંતુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ મેસેઝ નકલી હતો.

    ડીજીસીએના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, આવું પહેલીવાર થયું છે. જ્યારે ભારતીય એરલાઇન્સ કંપનીએ કોઇ પેસેન્જરને નો ફ્લાય લિસ્ટમાં મુક્યો હોય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરક્ષા વ્યવસ્થાને તોડવા બદલ સલ્લા પર પ્રતિબંધ લાગવાયો છે. આ પ્રતિબંધ નવેમ્બર 2017થી લઈને પાંચ વર્ષ સુધી છે.

    નો ફ્લાય લિસ્ટ ત્રણ પ્રકારની હોય છે

    1- જે મુસાફરો ફ્લાયટમાં મારા-મારી કરે છે. આવા મુસાફરો પર ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવે છે.

    2- મુસાફરો જે શારીરિક છેડતી કરતા હોય એવા મુસાફરો પર છ મહિના સુધી પ્રતિબંધ લગાવવામાં આવે છે.

    3-એવા મુસાફરો જેઓ એરક્રાફ્ટના ઓપરેટિંગ સિસ્ટમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે. અથવા તો કોકપિટમાં બળજબરીથી દાખલ થાય છે તેમના પર બે વર્ષથી લઇને આજીવન પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: જેટ એરવેઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन