Home /News /national-international /Russia Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધમાં પ્રથમ વખત પત્રકારને રશિયન સૈનિકોએ ગોળી મારી હત્યા કરી

Russia Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધમાં પ્રથમ વખત પત્રકારને રશિયન સૈનિકોએ ગોળી મારી હત્યા કરી

યુક્રેનના ઇરપિનમાં અમેરિકન પત્રકાર બ્રેન્ટ રેનોડની કાર પર રશિયન સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. (ફોટો સૌજન્ય સોશિયલ મીડિયા)

Us journalist killed by russian soldiers: રશિયા અને યુક્રેન વચ્ચે (Russia Ukraine War)ના યુદ્ધમાં પ્રથમ વખત કોઈ અમેરિકી નાગરિકને નિશાન બનાવવામાં આવ્યો છે. રશિયન સૈનિકોએ અમેરિકન પત્રકાર બ્રેન્ટ રેનોડ (Brent Renaud)ની કારમાં ગોળી મારીને હત્યા કરી હતી.

વધુ જુઓ ...
રશિયા અને યુક્રેન વચ્ચે (Russia Ukraine War)ના યુદ્ધમાં પ્રથમ વખત કોઈ અમેરિકી નાગરિકને નિશાન બનાવવામાં આવ્યો છે. રશિયન સૈનિકોએ અમેરિકન પત્રકાર બ્રેન્ટ રેનોડ (Brent Renaud)ની કારમાં ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનામાં તેનો એક સાથી પત્રકાર પણ ઘાયલ થયો હતો. યુક્રેનની રાજધાની કિવ (kyiv)ના પોલીસ વડાએ બ્રેન્ટના મૃત્યુની પુષ્ટિ કરી છે. 51 વર્ષીય બ્રેન્ટ રેનોડ એક વીડિયો જર્નાલિસ્ટ હતા અને છેલ્લા ઘણા સમયથી અમેરિકાના પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ (New York Times) માટે કામ કરતા હતા.

આ ઘટના વિશે માહિતી આપતાં કિવ પોલીસ ચીફ એન્ડ્રે નેબિટોવે (Andrey Nebitov) ફેસબુક પર જણાવ્યું હતું કે બ્રેન્ટ સાથેની આ ઘટના કિવ નજીકના ઇરપિન (Irpin) શહેરમાં રવિવારે બની હતી. તેમણે તેને ક્રૂરતા અને નિર્દયતા સાથે કરવામાં આવેલી હત્યા ગણાવી હતી. ડેઈલી મેઈલના જણાવ્યા પ્રમાણે બ્રેન્ટ અને તેના સાથીદારો એક કારમાં શરણાર્થી શિબિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં જ તેની કાર એક ચેકપોઇન્ટ પાસેથી પસાર થઈ ત્યારે જ રશિયન સૈનિકોએ કાર પર ગોળીબાર કર્યો હતો. કારના ડ્રાઈવરે બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ગોળી બ્રેન્ટના ગળામાં વાગી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં કારમાં બેઠેલા તેમના સાથી પત્રકાર જુઆન (Juan) પણ ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

NYT આઈડી કાર્ડ ગળામાં પહેરેલું હતું

ન્યૂયોર્ક પોસ્ટના સમાચાર અનુસાર ઘટના સમયે બ્રેન્ટ રેનોડે તેના ગળામાં ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT) આઈડી કાર્ડ પહેરેલું હતું. અગાઉ એવું માનવામાં આવતું હતું કે તે ન્યૂયોર્ક ટાઈમ્સ વતી યુદ્ધના કવરેજ માટે આવ્યો હતો. પરંતુ અખબારે એક નિવેદન જારી કરીને કહ્યું કે બ્રેન્ટ ઘણા વર્ષોથી તેની સાથે કામ કરી રહ્યો છે. તેઓ એક આશાસ્પદ ફિલ્મ નિર્માતા હતા. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધમાં તેને અખબાર દ્વારા અસાઇમેન્ટ પર મોકલવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો- Ukraine-Russia War: રશિયાએ લવિવ શહેર નજીક કર્યો ભયાનક હવાઇ હુમલો, 35 લોકોના મોત

સાથી પત્રકારો જીવ બચાવવા દોડ્યા

હુમલામાં ઘાયલ થયેલા બ્રેન્ટના સાથી પત્રકાર જુઆને હોસ્પિટલમાં ઈટાલીના મીડિયાને આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. ડેઈલી મેઈલના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું કે અમે શરણાર્થીઓના વીડિયો શૂટ કરવાના હતા. ઇરપીનમાં અમે પહેલેથી જ પુલ પાર કરીને આગળ વધ્યા હતા. અમે કારમાં હતા. અમે ત્યાં એક ચોકી પાર કરી, ત્યારે જ અમારા પર ગોળીબાર શરૂ થયો હતો. ડ્રાઈવરે અમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બ્રેન્ટને ગરદનમાં ગોળી વાગી હતી. અમારે તેમને ત્યાં છોડીને ભાગવું પડ્યું. તે મૃત્યુ પામ્યો હતો. બાદમાં યુક્રેનનો મેડિકલ સ્ટાફ ત્યાં પહોંચ્યો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

આ પણ વાંચો- Gold Price: આખું અઠવાડિયું સોનાનો ભાવ રહ્યો નીચો, ચાંદીની ચમક પણ ઘટી

અમેરિકાએ કહ્યું- ભયાનક ઘટના

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને તેને આઘાતજનક અને ભયાનક ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે વ્લાદિમીર પુતિનની ક્રૂરતાનું આ બીજું ઉદાહરણ છે. પુતિનના સૈનિકો શાળા, હોસ્પિટલ, મસ્જિદને પણ છોડતા નથી. હવે તેણે એક અમેરિકન પત્રકારનો જીવ લીધો છે.
First published:

Tags: Russia and Ukraine War, Russia Ukraine, Russia Ukraine Latest News, Russia ukraine news, Russia-Ukraine Conflict, Ukraine crisis, Ukraine latest updates, Ukraine war

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો