125 વર્ષ બાદ પહેલીવાર કોકા કોલા બનાવશે આલ્કોહોલિક ડ્રિંક

 • Share this:
  હવે ઠંડા મતલબ માત્ર કોકા-કોલા જ નહીં રહે. કારણ કે કોકા કોલા 125 વર્ષ બાદ ઇતિહાસમાં પહેલીવાર આલ્કોહોલિક ડ્રિંક લઈને આવી રહ્યું છે. આ ડ્રિંકની તપાસ જાપાનમાં કરવામાં આવી રહી છે. પરંતું આ ડ્રિંક બીજા આલ્કોહોલિક ડ્રિંક જેવુ નહિં હોય. આ ડ્રિંક જાપાની ડ્રિંક 'ચૂ-હી' જેવુ હશે. ચૂ-હી એક પ્રકારનો ચોખા (ભાત) છે જે બટાટાના ફર્મેનટેશનથી બનાવવામાં આવેલું એક ડ્રિંક છે. ચૂ-હીના બજારમાં ઘણા પ્રકારના ફ્લેવર્સ પણ છે. જેમાં 3થી 8 ટકા આલ્કોહોલ હોય છે. જેથી તેની હરિફાઈ બીયર સાથે થાય છે.

  કોકા કોલાના જાપાનના અધ્યક્ષ જોર્જ ગાર્ડુનોએ કહ્યું કે અમે પહેલીવાર ઓછા આલ્કોહોલીક વિસ્તારમાં ઉતરી રહ્યાં છીએ. ગાર્ડુનોએ કહ્યું કે આ કોકા કોલાના ઇતિહાસમાં પોતે અન્નય છે. તેમણે કહ્યું કે બજારમાં આ પ્રકારનો પ્રયોગ કરવો બરાબર છે પરંતુ મને નથી લાગતું કે લોકો કોકા-કોલા પાસે આવી અપેક્ષા રાખતા હોય.

  જાપાન એક ખુબ જ ઝડપથી બદલાતુ માર્કેટ છે. જેથી કંપની દર વર્ષે કંઈક નવું લોન્ચ કરે છે.
  Published by:Nisha Kachhadiya
  First published: