Home /News /national-international /યુવા કલાકારોના કાર્યને પ્રદર્શિત કરવા માટે 12મીથી અબીર ઇન્ડિયા દ્વારા આર્ટ શો

યુવા કલાકારોના કાર્યને પ્રદર્શિત કરવા માટે 12મીથી અબીર ઇન્ડિયા દ્વારા આર્ટ શો

અબીર ઈન્ડિયા

અબીર ઇન્ડિયા આગામી 12 થી 18 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીના બિકાનેર હાઉસ ખાતે વાર્ષિક આર્ટ્સ ફેસ્ટિવલની છઠ્ઠી આવૃત્તિ અબીર ફર્સ્ટ ટેક 2022નું આયોજન કરવા જઈ રહ્યું છે.

    નવી દિલ્હીઃ અબીર ઇન્ડિયા આગામી 12 થી 18 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીના બિકાનેર હાઉસ ખાતે વાર્ષિક આર્ટ્સ ફેસ્ટિવલની છઠ્ઠી આવૃત્તિ અબીર ફર્સ્ટ ટેક 2022નું આયોજન કરવા જઈ રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રન-અપમાં અબીર ઇન્ડિયાને ભારતભરના 309 શહેરોમાંથી 2,200 આર્ટ સબમિશન્સ મળ્યા છે.

    ફર્સ્ટ ટેક 2022માં 148 આશાસ્પદ યુવા ભારતીય કલાકારોની પસંદ કરેલી કૃતિઓને પ્રદર્શિત કરવામાં આવશે. આ કૃતિઓને પારદર્શક અને લોકશાહી પ્રક્રિયા દ્વારા જ્યુરી તરીકે નામાંકિત કલાકારોની પેનલ દ્વારા પસંદ કરવામાં આવી છે.

    આ કૃતિઓની પસંદગી કલાકારોની પેનલ દ્વારા કડક પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. આ વર્ષની જ્યુરીમાં જાણીતા જી. આર. ઇરાનાના, જયરામ પોડુવાલ, મનીષા પારેખ, મંજુનાથ કામથ અને રમેશ વેધનબટલાનો સમાવેશ થાય છે.

    પસંદ કરાયેલા કલાકારોમાંથી શ્રેષ્ઠ 10 કલાકારોને તેમની શ્રેષ્ઠતા, વિચારો અને અભિવ્યક્તિઓ બદલ પસંદ કરવામાં આવ્યા છે.

    ફર્સ્ટ ટેક 2022 એ અબીર ઇન્ડિયાના વાર્ષિક આર્ટ શોની 6ઠ્ઠી આવૃત્તિ છે. અત્યાર સુધી તેનું આયોજન અમદાવાદમાં કરવામાં આવતું હતું. આ વર્ષે તે દિલ્હી શિફ્ટ થઈ છે.

    ફર્સ્ટ ટેક 2022ની સાથે જ અબીર ઇન્ડિયા પણ રેકઇન્ડલ સ્પિરિટ્સ નામના શોમાં અબીર સાથે જોડાયેલા ઘણા કલાકારોની અત્યાર સુધીની સફરની ઉજવણી કરી રહ્યું છે. અહીં ફર્સ્ટ ટેકની અગાઉની આવૃત્તિઓમાં ભાગ લીધો હોય તેવા કલાકારોની નજરમાં આવેલી કૃતિઓ પસંદ કરી છે.

    અહીં નોંધનિય છે કે, અબીર ઇન્ડિયા નોન-પ્રોફિટ સંસ્થા છે. આ સંસ્થા સમગ્ર ભારતમાં સમકાલીન ભારતીય કળા અને ઉભરતા કલાકારોને પ્રોત્સાહન આપે છે. તેની સ્થાપના વર્ષ 2016માં અમદાવાદ સ્થિત કલાકાર અને નેચરલ ડાઇના એક્સપોનન્ટ રૂબી જાગ્રુત દ્વારા કરવામાં આવી હતી.

    કલાકૃતિ : ડીટેરીએશન-2

    કલાકાર : અંશુ કુમારી – ટાટાનગર- ઝારખંડ

    કલકૃતી: ઇન્ફિનિટી સિમ્બોલ - 2

    કલાકાર : જ્યોતિપ્રકાશ સેઠી - દિલ્હી

    કલાકૃતિ: રીએશ્યોરન્સ

    કલાકાર : શ્રપર્ણ દત્તા – કલકત્તા

    કલાકૃતિ : ઉલ્ઝન

    કલાકાર : બિકાશચંદ્ર સેનાપતિ – કેન્દ્રપાડા – ઓડિશા

    કલાકૃતિ : અનટાઇટલેડ – એડી

    કલાકાર : આદર્શ પલાન્ડી – દમોહ – મધ્ય પ્રદેશ

    કામ કરતી જ્યુરી (દેહી કલાધામ)

    ડાબેથી જમણે :

    શ્રી. જયરામ પોડુવાલ

    શ્રી. મંજુનાથ કામથ

    શ્રીમતી મનીષા પારેખ

    શ્રી. જી.આર. ઇરાનાના

    શ્રીમતી રૂબી જાગૃત

    શ્રી. વી રમેશ

    અબીર ઇન્ડિયા સ્થાપક રૂબી જાગૃત

    વધુ વિગતો માટે નીચેની લીંક પર જઈ શકો છો.

    Facebook: https://www.facebook.com/abirartists/

    Instagram: https://www.instagram.com/abir_india/

    કોઈ પણ વધુ પ્રશ્નો અથવા જરૂરિયાતો માટે કૃપા કરીને નિઃસંકોચ સંપર્ક કરો: +91 9099506989
    First published:

    Tags: Art, Art exhibitions, Art Gallery Exhibition

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन