સમલૈંગિક યૌન સંબંધથી ડેન્‍ગ્યૂ થયો! સામે આવ્યો દુનિયાનો આવો પહેલો કેસ

પ્રતીકાત્મક તસવીર

બંને પુરુષ પાર્ટનરોના વીર્યની તપાસના રિપોર્ટ જોયા બાદ ડૉક્ટરો પણ મૂકાયા આશ્ચર્યમાં

 • Share this:
  નવી દિલ્હી : સ્પેન (Spain)માં દુનિયાનો પહેલો એવો કેસ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિને સમલૈંગિક યૌન સંબંધથી ડેન્ગ્યૂ (Dengue) થયો છે. સ્પેન (Spain)ની રાજધાની મૈડ્રિડ (Madrid)માં 41 વર્ષીય આ વ્યક્તિને પોતાના સમલેંગિક પાર્ટનરની સાથે સંબંધ બાંધ્યો, ત્યારબાદ તે બીમાર પડી ગયો.

  મળતા અહેવાલ મુજબ, આ વ્યક્તિને સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યૂ થયો હતો, ડૉક્ટરોની પ્રારંભિક સારવાર દરમિયાન એ જાણવું મુશ્કેલ થઈ રહ્યું હતું કે ડેન્ગ્યૂ થવાનું કારણ શું છે. મૈડ્રિડના સરકારી સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ મુજબ, આ વ્યક્તિનો પાર્ટનર ક્યૂબા (Cuba) ગયો હતો, જ્યાં ડેન્ગ્યૂનો વાયરસ તેના શરીરમાં પ્રવેશ કરી ગયો.

  યૌન સંબંધ બાદ થયો ડેન્ગ્યૂ

  બીમાર વ્યક્તિ એવા વિસ્તારમાં રહે છે જ્યાં ડેન્ગ્યૂના વાયરસ (Dengue Virus) નથી હોતા. એવામાં ડૉક્ટરો માટે એ જાણવું મુશ્કેલ હતું કે આ વ્યક્તિના શરીરમાં ડેન્ગ્યૂના વાયરસ ઘૂસ્યા ક્યાંથી. 'ધ ન્યૂઝ મિનિટ'ના અહેવાલ મુજબ, સારવાર દરમિયાન ડૉક્ટરોએ પણ કહ્યું કે, બીમાર વ્યક્તિ એવા સ્થળે ફરવા ગયો હતો, જ્યાં ડેન્ગ્યૂના વાયરસનો ખતરો ઘણો વધુ છે. જેમ-જેમ સારવાર આગળ વધી, ત્યારે ડૉક્ટરોએ એ વાતની શક્યતા વ્યક્ત કરી કે આ વાયરસ યૌન સંબંધ બનાવવા દરમિયાન તેના પાર્ટનરથી બીમાર વ્યક્તિને મળ્યો.

  "બીમાર વ્યક્તિના પાર્ટનરના લક્ષણ પણ એકદમ એવાજ હતા પરંતુ અસર ઓછી હતી અને તે પહેલા ક્યૂબા (Cuba) અને ડૉમિનિકન રિપબ્લિક (Dominican Republic) પણ જઈ ચૂક્યો હતો. બંનેના વીર્યની તપાસ (Sperm Test) બાદ એ વાતનો ખુલાસો થયો કે બંનેને ડેન્ગ્યૂ છે ઉપરાંત બંનેના શરીરમાં એ જ વાયરસ છે, જે ક્યૂબામાં મળી આવે છે."- સુજૈના જિમિનેજ, સ્વાસ્થ્ય અધિકારી


  દુનિયાની આવી પહેલી ઘટના

  દુનિયામાં આવું પહેલીવાર જાણવા મળ્યું કે, યૌન સંક્રમણથી કોઈને ડેન્ગ્યૂ થયો છે. નોંધનીય છે કે, ડેન્ગ્યૂ એક વાયરલ બીમારી છે. જે સંક્રમિત એડીજ ઇજિપ્તી મચ્છના કરડવાથી થાય છે. આ મચ્છરનો આકાર લગભગ 5 mm હોય છે, કાળા રંગના આ મચ્છર પર સફેદ ધારી હોય છે. એડીજ ઇજિપ્તી મચ્છર દિવસના સમયે કરડે છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજે અંધારું થતાં પહેલા.

  ડેન્ગ્યૂ માટે કોઈ એન્ટીવાયરલ દવા નથી. કોઈ રસી નથી. ડેન્ગ્યૂ થવાની વહેલી જાણ થવી અને મેડિકલ નજર હેઠળ સારવાર જરૂરી છે. ડૉક્ટરની સારવારમાં રોગી માટે પેરાસિટામોલની સાથે દુખાવો નિવારકોનો ઉપયોગ, શક્ય એટલો વધારે માત્રામાં લિક્વિડ પીવું અને આરામ કરવો મહત્વપૂર્ણ છે.


  ડેન્ગ્યૂના લક્ષણ

  સંક્રમિત મચ્છરના કરડ્યા બાદ તેના લક્ષણ 3-14 દિવસમાં સામે આવે છે. ડેન્ગ્યૂમાં અચાનક ભારે તાવની સાથે માથાનો દુખાવો, આંખોમાં દુખાવો, સ્નાનૂયોમાં અને સાંધાઓમાં દુખાવો અને ફોલ્લીઓ થઈ જાય છે. ડેન્ગ્યૂ હેમોરેજિક તાવ આ બીમારીનું ગંભીર રૂપ છે, આ દરમિયાન પેટનો દુખાવો, ઉલટી અને બ્લીડિંગ થાય છે.

  આ પણ વાંચો, નવજાતનાં હાથમાં હતી 6-6 આંગળીઓ, દાયણે 1-1 કાપી નાંખી, થયું મોત
  Published by:Mrunal Bhojak
  First published: