'હાર અને જીત જીવનનો ભાગ છે,' ચૂંટણી પરિણામો પર મોદીની પ્રતિક્રિયા

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

મંગળવારે રાત્રે મોદીએ ટ્વિટ કરતા ચૂંટણી દરમિયાન બીજેપી કાર્યકરોએ જે મહેનત કરી તેના બદલ તેમને શુભેચ્છા પાઠવી હતી.

 • Share this:
  નવી દિલ્હીઃ વિધાનસભાની ચૂંટણીમાં ધોબીપછાટ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હાર અને જીત એ જીવનનો હિસ્સો છે. સાથે જ તેમણે કહ્યું કે તેઓ હારનો સ્વીકાર કરે છે. મંગળવારે આવેલા વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં રાજસ્થાન, છત્તીસગઢમાં બીજેપીએ હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, મધ્ય પ્રદેશમાં પણ બીજેપી સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી.

  મંગળવારે રાત્રે મોદીએ ટ્વિટ કરતા ચૂંટણી દરમિયાન બીજેપી કાર્યકરોએ જે મહેનત કરી તેના બદલ તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, "વિધાનસભા ચૂંટણી માટે બીજેપીના કાર્યકરોએ રાત-દિવસ તનતોડ મહેનત કરી હતી. હું તેમની મહેનતને સલામ કરું છું. જીત અને હાર જીવનનો હિસ્સો છે. આ ચૂંટણી પરિણામો બાદ અમે દેશના વિકાસ માટે વધારે મહેનત કરીશું."

  આ પણ વાંચોઃ ભાજપના 'ચાણક્ય'નું 'કોંગ્રેસ મુક્ત' ભારતનું સપનું ભસ્મીભૂત, મળ્યો ચોથો આંચકો

  ટ્વિટ કરતા પીએ મોદીએ કોંગ્રેસ, કેસીઆર, અને મિઝોરમમાં એમએનએફને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત તેમણે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના લોકોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, "અમે વિનમ્રતાથી હારનોસ્વીકાર કરીએ છીએ."

  હાર પછી અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા

  "અમને આટલા ખરાબ પરિણામોની આશા ન હતી. અમારે આ પરિણામો પર વિચાર કરવો પડશે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ બંને રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી અમારી સરકાર હતી. મને નથી લાગતું કે એન્ટી ઇન્કમ્બસી ફેક્ટરને કારણે હાર થઈ છે, પરંતુ હારનું કારણ થાક છે." - અરુણ જેટલી

  "હું જનાદેશનો સ્વીકાર કરું છું. બીજેપીએ છેલ્લા પાંચ વર્ષમાં લોકો માટે ઘણા સારા કામો કર્યો છે. હું ઈચ્છું છું કે આગામી સરકાર પણ અમારા સારી નીતિઓને આગળ ધપાવે."- વસુંધરા રાજે

  "મોદીજી ફક્ત 'કોંગ્રેસ મુક્ત' ભારતની વાત કરતા રહ્યા. તેમને ખબર નથી કે ભારત ક્યારેક કોંગ્રેસ મુક્ત નહીં થાય. કોંગ્રેસ મુક્તની વાત કરનાર લોકો પોતે જ મુક્ત થઈ જશે.' - અશોક ગેહલોત

  આ પણ વાંચોઃ '5M Theory: મશીનરી, મની, મોદી, મંદિર અને મીડિયા બધું જ અજમાવાયું'
  Published by:Vinod Zankhaliya
  First published: