PoKના શારદા પીઠમાં 72 વર્ષ બાદ પૂજા, હૉંગકૉંગથી આવેલા દંપતીએ કરી અર્ચના

વેંકટરમન દંપતીએ શારદા પીઠ પાસે પૂજા-અર્ચના કરી.

દંપતીને સુરક્ષિત શારદા પીઠ સુધી પહોંચાડવામાં સ્થાનિક લોકોએ મદદ કરી હતી

 • Share this:
  નવી દિલ્હી : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિત પ્રાચીન હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સ્થળ શારદા પીઠ (Sharda shrine)માં 72 વર્ષ બાદ પૂજા થઈ. હૉંગકૉંગના એક હિન્દુ દંપતિએ આ પૂજા કરી. પૂજા માટે સૅવ શારદા કમિટી અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકોએ સહયોગ આપ્યો. પાકિસ્તાન સરકાર (Pakistan Government)એ હાલમાં જ આ મંદિરનો રસ્તો ખોલ્યો છે.

  હૉંગકૉંગના રહેવાસી પી. ટી. વેંકટરમન અને તેમની પત્ની સુજાતાને PoKમાં શારદા પીઠ જવાના વીઝા મળ્યા હતા. દુર્ગા અષ્ઠમીના દિવસે તેઓ ત્યાં પહોંચ્યા અને વિધિવત મા શારદાની પૂજા કરી. દંપતિ હૉંગકૉંગથી જ પોતાની સાથે મા શારદા અને સ્વામી નંદલાલજીની તસવીરો લઈને આવ્યું હતું.

  આ દંપતિ આવ્યું તે પહેલા છેલ્લા ત્રણ દિવસોમાં PoKના લોકોએ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના વિરોધમાં નિયંત્રણ રેખાની પાસે માર્ચ કર્યુ હતું. એવામાં ભારતીય અધિકારીઓએ PoKની સિવિલ સોસાયટીને વેંકટરમન દંપતિને સુરક્ષા પૂરી પાડવા માટે અપીલ કરી હતી.

  પાકિસ્તાન સરકારે હાલમાં જ આ મંદિરનો રસ્તો ખોલ્યો છે. (ફાઇલ તસવીર)


  પૂજા બાદ હૉંગકૉંગથી આવેલા દંપતિએ સિવિલ સોસાયટીના લોકોને મા શારદા અને સ્વામી નંદલાલજીની તસવીરો સોંપી દીધી. જેથી બોર્ડર પર ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવ કંઈક ઓછો થયા બાદ તેમને તીર્થ સ્થાનમાં સ્થાપિત કરવામાં આવી શકે.

  નોંધનીય છે કે, માતાના તમામ શક્તિ પીઠના દર્શન કરી ચૂકેલા દંપતીને હાલમાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આ શક્તિ પીઠ વિશે જાણવા મળ્યું હતું. મળતા અહેવાલો મુજબ, અહીં આઝાદી બાદથી આજ દિવસ સુધી કોઈ જઈ નહોતું શક્યું. દંપતીએ ટ્વિટરના માધ્યમથી 'સેવ શારદા સમિતિ કાશ્મીર'ના ફાઉન્ડર રવિન્દ્ર પંડિત સાથે સંપર્ક સાધ્યો અને જાણકારી મેળવી હતી.

  આ પણ વાંચો,

  સેનાના જવાનાઓ હિમવર્ષા વચ્ચે કર્યા ગરબા, કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો Video
  તાલિબાનને સકંજામાંથી દોઢ વર્ષ પછી મુક્ત થયા ત્રણ ભારતીય એન્જિનિયર : રિપોર્ટ
  Published by:Mrunal Bhojak
  First published: