ઇરાન જઇને આવેલા ભારતીય સેનાનાં જવાનને Coronavirus, બહેન-પત્નીને પણ કર્યા આઇસોલેટ

News18 Gujarati
Updated: March 18, 2020, 9:51 AM IST
ઇરાન જઇને આવેલા ભારતીય સેનાનાં જવાનને Coronavirus, બહેન-પત્નીને પણ કર્યા આઇસોલેટ
ડીઆઇજી નાયકે કહ્યું કે કુશિયારા નદીમાં વરસાદના સમયને બાદ કરતા પાણીનું સ્તર ખૂબ જ નીચું હોય છે. અને કોઇ પણ જેને તરતા આવડતું હોય તે નદીને સરળતાથી પાર કરીને આસામમાં આવી શકે છે. નાયકે કહ્યું કે આ યુવક જ્યાંથી આવ્યો હતો ત્યાં ફેસિંગ પણ નહતી. જેથી યુવક સરળતાથી ભારતની બોર્ડરમાં પ્રવેશ કરી શક્યો.

  • Share this:
નવી દિલ્હી : દેશભરમાં વધતા કોરોના વાયરસનાં કેર વચ્ચે ભારતીય સેનાનાં (Indian Army) જવાનમાં પણ કોવિડ 19ની (Covid 19) પુષ્ટિ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આ જવાને ઇરાનની યાત્રા કરી હતી. લદ્દાખ સ્કાઉટનાં જવાનમાં જ્યારે કોરોના વાયરસના (Coronavirus) લક્ષણ દેખાયા બાદ તેની મેડિકલ તપાસ કરવામાં આવી. આ જવાનને જે હૉસ્પિટલ મોકલવામાં આવ્યો છે ત્યાંજ તેમની બહેન અને પત્નીને પણ આઇસોલેટ કરી દીધા છે.

સેનાનાં સૂત્રોએ બુધવારે કહ્યું કે, લેહમાં એક 34 વર્ષનાં સૈનિકનો પોઝિટીવ કેસ આવ્યો છે. સશસ્ત્ર દળોમાં આ પહેલો કેસ છે. લેહનાં ચુહોટ ગામનો રહેવાસી આ જવાન તેમના પિતાનાં સંપર્કમાં આવ્યો હતા. તેમના પિતાને પહેલાથી કોરોનાથી સંક્રમિત હતા. તેમના પિતા 20મી ફેબ્રુઆરીનાં રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઇરાનથી તિર્થયાત્રા કરીને પરત આવ્યાં હતા. અને 29 ફેબ્રુઆરીનાં રોજથી તેઓ આઇશોલેશનમાં છે.

આ જવાન 25મી ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રજા પર હતો અને જે બાદ તે નોકરી પર પરત આવ્યો. સૂત્રોએ જણાવ્યું કે, 16 માર્ચનાં રોજ તેમનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો. જે બાદ તેમને હૉસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યાં. તેમની બહેન, પત્ની અને બે બાળકો પણ હૉસ્પિટલમાં જ છે.

આ પણ વાંચો : કુઆલાલમ્પુર એરપોર્ટ પર ફસાયા 300 ભારતીય, ભારત લાવવા સરકારે મોકલી ફ્લાઇટ

ભારતમાં કોરોના વાયરસને કારણે એક 53 વર્ષીય પુરુષનું મોત થયું છે. આની સાથે જ દેશમાં આ બીમારીને કારણે મૃત્યુઆંક વધીને ત્રણ થયો છે. તેમજ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા પણ વધીને 137એ પહોંચી ગયો છે.

આ વીડિયો પણ જુઓ : 

 
First published: March 18, 2020, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading